હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે. જે અનુસંધાને ગઇકાલે આઇજીપી અશોકકુમાર યાદવ સલાયા મરીન પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી.
મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવતા ટાપુઓ અને નાના નાના ગામોની માહિતી મેળવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનના ક્વાટરની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં રહેતા પોલીસ પરિવારો સાથે સંવાદ કર્યો હતો. બાળકો માટે પ્લેઇંગ ગ્રાઉન્ડ વગેરે વિશે માહિતી મેળવી હતી.
જે બાદ અનુસૂચિત જાતિ વિસ્તારની મુલાકાત લીધી હતી. અને ત્યાં રહેતા સ્થાનિકો સાથે સંવાદ કરેલ હતો. તેમની સમસ્યાઓ વિશે વાત કરી હતી. તેમજ ત્યાં રહેતા બાળકોમાં શિક્ષણ અંગે જાગૃતતા લાવવા માર્ગદર્શન સાથે પ્રોત્સાહન સવરૂપે લંચ બોક્સનું પણ તેઓના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતું.