ભારત જોડો ન્યાય યાત્રા: ગુવાહાટીમાં કોંગ્રેસ કાર્યકરોએ બળજબરીથી બેરીકેડ હટાવ્યા
પોલીસે કર્યો લાઠીચાર્જ
મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ આ ઘટનાને ‘નકસલવાદી રણનીતિ’ ગણાવી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ એફઆઈઆર નોંધાવવાનો આદેશ આપ્યો છે. આ દિવસોમાં રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર છે. જેને લઈને ભારે રાજનીતિ ચાલી રહી છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા અને રાહુલ ગાંધી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. આ દરમિયાન, આજે ભારત જોડો ન્યાય યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો અને પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રોષે ભરાયેલા કાર્યકરોએ બેરિકેડ તોડીને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર હતા. તેઓએ કાર્યકરોને આગળ વધતા અટકાવ્યા. આ દરમિયાન પોલીસકર્મીઓએ લાઠીચાર્જ પણ કર્યો હતો. આ અથડામણનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ પહેલાથી જ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપી ન હતી. આ માટે તેણે રસ્તાઓ પર ટ્રાફિક જામનો ઉલ્લેખ કર્યો હતો. આમ છતાં ખાનાપરાના ગુવાહાટી ચોક ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકત્ર થતાં ચોકમાં ભારે ભીડ જામી હતી. કાર્યકરોએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું ઢોલ વગાડી સ્વાગત કર્યું હતું.
દરમિયાન, રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આસામ પોલીસને રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે, મુખ્યમંત્રીએ કહ્યું છે કે “આ આસામી સંસ્કૃતિનો ભાગ નથી. અમે શાંતિપૂર્ણ રાજ્ય છીએ. આવી ‘નકસલવાદી રણનીતિ’ આપણી સંસ્કૃતિથી સાવ અલગ છે. વધુમાં તેમણે લખ્યું કે ભીડને ઉશ્કેરવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફૂટેજનો પુરાવા તરીકે ઉપયોગ કરો અને ફરિયાદ નોંધો,’ સીએમએ એમ પણ કહ્યું કે રાહુલના આ વર્તનને કારણે ગુવાહાટીમાં ભારે ટ્રાફિક જામ થયો છે.
આ મામલે કોંગ્રેસના રાજ્ય એકમના પ્રભારી જિતેન્દ્ર સિંહનું કહેવું છે કે અમે અવરોધો તોડીને જીત હાંસલ કરી છે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અવરોધો તોડી નાખ્યા છે પરંતુ અમે કાયદો તોડીશું નહીં. આ પહેલા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે કેન્દ્રીય ગૃહમંત્રીના નિર્દેશ પર તેમને મેઘાલયની એક ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આસામના મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા યુનિવર્સિટી સત્તાવાળાઓને સૂચનાઓ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષ નગર તરફ જતા રસ્તા ના સમારકામની કાર્યવાહી કરવા ઉઠી માંગ
May 03, 2025 12:54 PMપોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે 108 દીપમાળા ના દિવ્ય દર્શન યોજાયા
May 03, 2025 12:52 PMપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMધારી : મૌલાનાની સઘન તપાસ ચાલુ, મદ્રેસા કાયદેસર છે કેમ તેની થશે ચકાસણી
May 03, 2025 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech