જામનગરના અદાલતની જૂની બિલ્ડીંગની લોબીમાં રાખવામાં આવેલ એક વકીલના ટેબલને કોઈએ તોડી નાખતા વકીલ દ્વારા પોલીસને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને ગુનો નોંધવાની માંગણી પણ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતા અને જામનગરના ન્યાય મંદિરમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા અનવર સિદિકભાઈ હાલાણી એ સીટી-એ ડિવિઝન નાં પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત ફરિયાદ કરતાં જણાવ્યું છે.કે પોતાનું રૂ.૭૦૦૦ ની કીમત માં ખરીદ કરેલ ટેબલને ન્યાય મંદિરની લોબી મા રાખવા મા આવ્યું હતું.તેને કોઈ એ તોડી નાખી નુકશાન કર્યું છે.આથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તેને શોધી કાઢીને કડક પગલાં લેવામા આવે તેવી માંગણી કરી છે.
***
ખંભાળિયામાં કૌટુંબિક ઝઘડામાં વેવાઈ પક્ષના ત્રણ શખ્સો દ્વારા હુમલો: મારી નાખવાની ધમકી
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે બે દિવસ પૂર્વે એક મહિલાને તેણીના પતિ-પરિવાર સાથે ઝઘડો થયા બાદ આ પ્રકરણમાં સમજાવવા આવેલા મહિલાઓ સહિતના વેવાઈ પક્ષના વ્યક્તિઓ ઉપર મહિલાના સસરા, પતિ તથા દિયર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા રાહુલભાઈ કુંભાભાઈ ધમા નામના ૨૩ વર્ષના ગઢવી યુવાને ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા નારુ ખેરાજ ભોજાણી, નાગડા નારુ ભોજાણી અને ભારા નારુ નામના ત્રણ શખ્સો સામે અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ફરિયાદી રાહુલના બહેન ભારતીબેનને તેણીના પતિ પરિવારમાં ઝઘડો થયો હતો. જે અંગેની જાણ રાહુલને થતા તે તેની સાથે સાહેદ કિશનભાઈ લખમણભાઈ ધમા, ભોલાભાઈ કારૂભાઈ ધમા તથા અમલીબેનને સાથે લઈ અને ભારતીબેનના ઘરે સમજાવવા માટે ગયા હતા. અહીં ભારતીબેનના સસરા નારૂ ભોજાણી તથા પતિ નાગડા નારુ ભોજાણી અને દેર ભારા નારુ ભોજાણીએ એકસંપ કરીને ભારતીબેન તથા તેણીના કાકાના દીકરા ભાઈ કિશનભાઈને ઢીકા પાટું વડે માર મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech