પાંચવડા ગામે નવરાત્રી નિમિત્તે નવયુવક મંડળ (પ્લોટ) દ્વારા ધારવાળા પ્લોટ ખાતે ભવ્ય ગરબી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતાજીની ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે ખેલૈયાઓએ ઉત્સાહભેર રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. આટકોટ નવરાત્રીના નવમાં નોરતે ગરબી મહોત્સવમાં રાસ-ગરબા રમતા બાળકોનો ઉત્સાહ વધારવા માટે મંડળ દ્વારા લાણીમાં 2.5 ગ્રામના સોનાના સિક્કા આપવામાં આવ્યા હતા. આ અનોખી પહેલથી બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવરાત્રી દરમિયાન યોજાયેલા આ ભવ્ય આયોજનથી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાયો હતો. નવયુવક મંડળ દ્વારા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવેલી આ પહેલની ચર્ચા જોવા મળી હતી.