BREAKING NEWS

હનુમાન મઢી પાસે ઢોસા કેફે સંચાલક સહીત બે ઉપર હુમલો: તોડફોડ કરી

  • February 09, 2026 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હનુમાન મઢી પાસે રાત્રીના બારેક વાગ્યે ઢોસા કેફેમાં ચારથી પાંચ શખસોએ તોડફોડ કરી ઢોસા સંચાલક અને તેના સાળાને તપેલા, ડોયા અને ઢીકાપાટુનો મારમારતા બંનેને ઇજા થવાથી સિવિલમાં ખસેડાયા હતા. શખ્સોએ કેફેમાં તોડફોડ કરી નાસી છૂટ્યા હતા. ઢોસા ખાવા આવેલા શખસોને માલ પૂરો થઇ ગયો હોવાથી બંધ કરી દીધું હોવાનું કહેતા ઉશ્કેરાયા હતા અને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

શહેરના યુનિવર્સીટી સાધુવાસવાણી રોડ પર કૈલાસ પાર્ક-10માં રહેતા અને હનુમાન મઢી પાસે કલ્યાણ સ્કૂલની પાસે ઢોસા કેફે ચલાવતા અબુબકર મોહમ્મદ હનીફ રાઉટર (ઉ.વ.45)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં સુરેશ, મયંક અને તેની સાથેના અજાણ્યા બે શખસના નામ આપતા પોલીસે પાંચેય સામે ગુનો નોંધ્યો છે.

ગઈકાલે રાત્રીના બારેક વાગ્યે અબુબકરભાઈના હનુમાન મઢી પાસે આવેલા ઢોસા કેફેએ ચારથી પાંચ વ્યક્તિઓ આવ્યા હતા અને ઢોસા બનાવવાનું કહેતા ત્યાં હાજર અબુબકરભાઈના સાળા આરીફએમાલ પૂરો થઇ ગયો હોવાથી બધું બંધ થઇ ગયાનું કહેતા પાંચેય શખસો ઉશ્કેરાયા હતા અને બોલાચાલી કરવા લાગ્યા હતા. આ અરસામાં કેફે સંચાલક અબુબકરભાઈ ત્યાં પહોંચી તેને સમજાવતા બધા વધુ ઝગડો કરવા લાગી કેફેમાં નુકશાન કરી તપેલા, ડોયાથી માર મારી ઝપાઝપી કરવા લાગ્યા હતા. તેમજ સંચાલકના સાળા આરીફને ઢીકાપાટુનો બેફામ મારમારતા મૂંઢ ઈજાઓ થઇ હતી તથા અબુબકર ભાઈને માથામાં ડોયો લાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું. દેકારો થતા ચારેય શખસો ત્યાંથી ભાગી ગયા હતા. ઢોસા સંચાલક અને તેના સાળાને ઇજા થતા બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે ઢોસા સંચાલક અબુબકરભાઈની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application