ધારીના ગોવિંદપુર ગામે એસબીઆઈ બેંકની બ્રાંન્ચમાં ગ્રાહક યુવકે મેનેજર ઉપર કુહાડીથી હત્પમલાનો પ્રયાસ કરી બેન્કના દરવાજાના કાચ, પેસેજ અને કોમ્યુટર સહિતની જગ્યાએ કુહાડી વડે તોડફોડ કરી .૨.૩૦ લાખનું નુકશાન કરી મેનેજરને મારી નાખવાની ધમકી આપી હતી. બનાવમાં મેનેજરે સિદ્ધાર્થ શશીકાંતભાઇ સતાસીયા (રહે.ગોવીદપુર) વિધ્ધ ધારી પોલીસમાં ફરજ કાવટ સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. યુવકના પિતાએ ગોલ્ડ લોન લીધી હોય જે પુરી કરી દેવામાં આવી હતી પરંતુ તેમના પિતાનું અવસાન થતા ગોલ્ડ લોનના દાગીના છોડાવવામાં વારસદારની સહી જરી હોય અને યુવકની બહેન ઓસ્ટેલિયા રહેતી હોવાથી બેંક મેનેજરે તેમની સહી વગર દાગીના ન છૂટી શકે તેમ કહેતા યુવકે ઉશ્કેરાઈ હત્પમલો કર્યેા હતો. બનાવની પ્રા વિગત મુજબ સાવરકુંડલામાં ખોડીયાર પાર્ક સોસાયટીમાં રહેતા અને ધારીના ગોવિંદપુર ગામે એસબીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા કુણાલભાઇ નાથાલાલ રાઠોડ (ઉ.વ.૪૧)ના ગઈકાલે બેંકમાં પોતાની ફરજ પર ચેમ્બરમાં હતા ત્યારે ગામમાં જ રહેતો સિધ્ધાર્થ સતાસીયા તેમના પિતાની ગોલ્ડ લોન પુરી થઇ ગઈ હોય તેના દાગીના છોડાવવા માટે આવ્યો હતો. બેન્કની લીગલ પ્રોસિઝર મુજબ દાગીના મૃતકના વારસદાર તરીકે તેમના પત્ની દીકરો અને દીકરીને સોંપવામાં આવે છે. આથી યુવકને તેમના માતા અને બહેન હાજર હોય તો બોલાવવા માટેનું કહ્યું હતું. યુવકે પોતાની બહેન ઓસ્ટ્રેલિયા રહે છે, આથી મેનેજર દ્રારા વિદેશ રહેતા હોય તો તે અંગેની પ્રોસિઝર પણ સમજાવી હતી. પરંતુ યુવકે આવી કોઈ પ્રોસિઝર ન હોવાનું કહી ગુસ્સે થયો હતો અને ઘરેથી કુહાડી લઈને આવી ડોકયુમેન્ટની થેલી મેનેજર ઉપર ઘા કરી કુહાડી ઉગામતા ત્યાં હાજર કોઈ ગ્રાહકે તેને પકડી લીધો હતો. યુવક વધુ ઉશ્કેરાઈ ચેમ્બરના કાચ તોડી તને આજે જાનથી મારી નાખવો છે કહી ગાળો ભાંડી હત્પમલાનો પ્રયાસ કર્યેા હતો. મેનજર ચેમ્બરમાંથી નીકળી વોશમમાં દોટ મૂકી દરવાજો બધં કરી દેતા યુવકે વોશમનો પેસેજનો કાચ તોડી નાખ્યો હતો. દરમિયાન ગ્રામજનો ભેગા થઇ જતા યુવકને પકડી લઇ કુહાડી છોડાવી હતી. મેનેજર કૃણાલભાઈને હાથમાં કાચ લાગી જતા લોહી નીકળતું હોવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ધારી પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.