ગઈ રાત્રીના રેસકોર્સમાં એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે એક એકસ એમઅલએ ગુજરાત લખેલી મર્સિડીઝ કારને પાર્ક કરવા ડ્રાઈવરે રોડ પર કોર્પોરેશન દ્વારા લગાવેલું સાઈનબોર્ડ ઉખેડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે એ નીકળ્યુ ન હતુ. આ ઘટનાનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ આ વીડિયોમાં નજરે પડતી કાર ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની હોવાનું સામે આવ્યું હતું. તેના ડ્રાઇવરે રાત્રીના આ કૃત્ય કર્યું હતું. આ અંગે કોર્પોરેશ દ્વારા જાહેર મિલકતને નુકશાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવશે કે કેમ? તે હજુ નક્કી થઇ શકયું નથી પરંતુ આ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે.
સોશિયલ મીડિયમાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં જેમાં જોઈ શકાય છે કે ડ્રાઈવર મર્સિડીઝમાંથી ઊતરે છે અને આજુબાજુ જુએ છે. બાદમાં સાઈનબોર્ડને જડમૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન કરે છે. બાદમાં બોર્ડ ન ઊખડતાં ફરી કારમાં જતો રહે છે. એકસ એમએલએ લખેલી મર્સિડીઝ કાર નંબર જીજે 18 બીજે 6763 ની આ કાર ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની હોવાનું સામે આવ્યું હતું.
સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ, આ બાબતે જ વીડિયોમાં દેખાતો ડ્રાઇવર જણાવ્યું કહ્યું, એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે કારનું પાર્કિંગ કરવાનું હોવાથી એ જગ્યાએ સાઈનબોર્ડ લગાવવામાં આવ્યું હોય તે નડતરરૂપ હતું, તેથી એને હલાવ્યું, પરંતુ ઉખેડ્યું નથી. એ સાઈનબોર્ડને કારણે કારમાં નુકસાન પણ પહોંચ્યું હતું.
ડ્રાઈવર દ્વારા કોર્પોરેશન બોર્ડને નુકસાન પહોંચાડવા મામલે વીડિયો ઉતારનારી વ્યક્તિ પરેશ જોશીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે તે વોકિંગ કરતો હતો ત્યારે આ ઘટના બની હતી. મર્સિડીઝ કાર પાર્કિંગ કરતા સામે રિવર્સ લેતાં બોર્ડ સાથે અથડાઈ હતી, જેથી કારમાંથી એક વ્યક્તિ નીચે ઊતરીને બોર્ડને મૂળમાંથી ઉખેડવા લાગી હતી. બીજી તરફ આ વીડિયોને લઇ ભારે ચર્ચા જાગી છે.