BREAKING NEWS

કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ પાસે એટીએમમાં પટ્ટી લગાવી રોકડ કાઢી લેવાનો પ્રયાસ

  • January 28, 2026 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઢેબર રોડ પર કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ પાસે આવેલા ડીસીબી બેંકના એટીએમ મશીનમાં ટેપ લગાવી રોકડ રૂપીયા કાઢી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંગે ભકિતનગર પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી એક શખસની ધરપકડ કરી અન્ય બે શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


બનાવ અંગે રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર રહેતા નિકુંજભાઈ દર્શકભાઈ જોષી (ઉ.વ.૩૬) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અભિનવ શ્રીરામનરેશ પાસવાન અને બે અજાણ્યા શખસોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણ મહીનાથી ઢેબર રોડ ઉપર કાન્તા વિકાસ ગૃહ પાસે આવેલ ડી.સી.બી. બેંકમાં બ્રાન્ચ ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે.


ગઇકાલે સાંજના સાડા સાતેક વાગ્યે તેઓ ઘરે હતાં ત્યારે બેંકના બ્રાન્ચ મેનેજર હર્ષીલ તન્નાનો ફોન આવ્યો હતો કે, આપણી બેંકની બ્રાન્ચના એટીએમમા ચોરીની ઘટના બની છે, જેથી તેઓ બેંકની ઢેબર રોડ ઉપર આવેલ બ્રાન્ચ નજીક આવેલ એ.ટી.એમ. ખાતે ગયેલ જ્યાં હાજર બેંકના બ્રાન્ચ મેનેજરે જણાવેલ કે, સેન્ટ્રલ ઓફિસથી ફોન હતો અને આપણી બ્રાન્ચના એ.ટી.એમ.મા અમુક શખસો અંદર પ્રવેશ કરી તેમા છેડછાડ કરતા હોવાનુ ફુટેજમા જોવામા આવે છે.


ફરીયાદી અને બ્રાન્ચ મેનેજરે એટીએમમાં ચેક કરતા મશીનનુ શટર ખુલેલું હાલતમાં હતુ. શટરની અંદરની બાજુમા જ્યાં એટીએમ મશીનમાથી પૈસા બહાર આવે તે જગ્યાએ ટેપ મારેલ જોવામા આવેલ હતી. અજાણ્યા શખસે એટીએમમા પ્રવેશ કરી મશીનનુ શટર ખોલી તેમા ટેપ મારી પૈસા ચોરી કરવાની કોશીશ કરેલ હોય તેવુ લાગતા સેન્ટ્રીલ ઓફિસથી સીસીટીવી કેમેરાના ફુટેજ મંગાવ્યા હતા.જે ફુટેજમા સાંજના સવા સાતેક વાગ્યાની આસપાસ એક શખસ એટીએમ મશીનની બહાર ઉભેલ અને બે શખ્સો એટીએમમા પ્રવેશ કરી મશીનનુ શટર ખોલી તેમા ટેમ્પરીંગ કરી એટીએમમા પડેલ મોટી રકમમાથી રૂપીયાની ચોરી કરવાની કોશીશ કરતા હોય તેવુ જોવામા આવ્યું હતુ. જે બાદ પોલીસને જાણ કરતા દોડી આવેલ સ્ટાફે સીસીટીવી ફુટેજ જોઇ આજુબાજુમા તપાસ કરતા એટીએમ અંદર જોવામા આવતા બે શખ્સો પૈકી એક અભિનવ શ્રી રામનરેશ પાસવાન નામનો શખસ મળી આવ્યો હતો.


જે અંગેની ફરીયાદ ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી પીએસઆઈ જે.જે.ગોહિલ અને ટીમે અન્ય બે અજાણ્યા શખસોની શોધખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application