સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા યુવાન પર સ્કોર્પિયો ચડાવી દઇ હત્યાનો પ્રયાસ
સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા યુવાન પર સ્કોર્પિયો ચડાવી દઇ હત્યાનો પ્રયાસ
July 17, 2026 12:03 PM
ઉપલેટા તાલુકાના રાજપરા ગામમાં ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા યુવાન પર સ્કોર્પિયો ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કરાતા યુવકનો પગ ભાંગી ગયો હતો અને તેના મામાને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે ભાયાવદર પોલીસમાં આરોપી એવા પૂર્વ સરપચં વિરુધ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો છે. ઉપલેટાના રાજપરા ગામે રહેતાં દીલીપભાઈ નાથાભાઈ દાસા (ઉ.વ. ૪૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પરબત લખમણ ઓડેદરા (રહે. રાજપરા) નુંં નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પાસે ખેતીની ૪૮ વિઘા જમીન છે, તેમાં ખેતીકામ કરે છે. તેમને સંતાનમાં બે દીકરા છે. તેઓ રાજપરા ગામે યોજાતા તમામ ધાર્મીક કાર્યક્રમમાં સેવાકીય કામ કરે છે. તેઓના ગામના માજી સરપચં પરબત ઓડેદરાને ફરીયાદીના આ કામથી પોતાનુ ગામમાં વર્ચસ્વ નહીં રહે એમ માની અવારનવાર માપમા રહેજે, નહીંતર ખોવાઈ જાઇશ તેમ કહેતા હતા. આરોપી પરબતભાઈને ફરીયાદી સેવાકીય કામ કરતો હતો તે ગમતું ન હતું અને તે યારે સામો મળતો ત્યારે કતરાતો હતો. તેમજ ફરીયાદીની ૭ વિઘા જમીન વેણુ નદીના કાંઠે હોય ત્યાં રસ્તામાં પરબતની વાડી આવતી હોય જેથી તેઓ નીકળે ત્યારે કાતર મારતો હતો. ગઈકાલે બપોર બાદ ફરીયાદી અને તેના મામા લીલાભાઈ અરભમભાઈ જોગ બન્ને બાઈકમાં ઘરે આવતા હતા ત્યારે પોણા પાંચેક વાગ્યાની આસપાસ પરબતની વાડી પાસે પહોંચેલ ત્યારે આ પરબત ઓડેદરા તેની બ્લેક કલરની સ્કોર્પીયો ન.ં જીજે–૨૫–એએ–૦૦૬૧ લઈને સામેથી આવેલ અને ફરીયાદીને મારી નાખવાના ઇરાદે બાઈકમાં આગળના ભાગે જોરદાર ઠોકર મારી બંન્નેને ઢસડયા હતાં. બન્ને સાઈડમાં ફંગોળાઈ જતા આ સ્કોર્પીયોમાંથી પરબત ઓડેદરા છરી લઈ નીચે ઉતરેલ અને બોલવા લાગ્યો હતો કે, કેટલા દિવસથી રસ લે છો, તને મારી નાખવો છે, તેમ કહી છરી લઈને આગળ વધેલ ત્યારે આ પરબતનો દીકરો વિશાલ તથા ભત્રીજો બન્ને દોડીને આવેલ અને પરબતને પકડી લીધેલ અને તેઓને જતા રહેવા કહેલ જેથી ફરીયાદી અને તેના મામા લીલાભાઈને સારવારમાં ઉપલેટા ખસેડેલ હતાં. જેમાં ફરીયાદીને પગમાં ગોઠણથી નીચેના ભાગે ફ્રેકચર થયાનુ નીદાન થયું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી ભાયાવદર પોલીસે ગુનો નોંધી પીએસઆઇ ડી. એચ.રાખોલીયા અને ટીમે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.