દિવાળીના તહેવારોના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે ફટાકડા સ્ટોલ માટેની જાહેર હરરાજી યોજવામાં આવેલ હતી. જેમાં આઠ સ્થળ ખાતે ફટાકડાનાં સ્ટોલ આપવા માટે હરરાજી યોજાઈ હતી. જેમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસેના ગ્રાઉન્ડ ખાતે ૪ સ્ટોલ, નાનામવા સર્કલ ખાતે ૪ સ્ટોલ, અમીન માર્ગ કોર્નર ખાતે ૫ સ્ટોલ, રાજ પેલેસ સામેના ગ્રાઉન્ડ ખાતે ૮ સ્ટોલ, સુવર્ણ ભૂમિ પાસેના ગ્રાઉન્ડ ખાતે ૫ સ્ટોલ, સાધુવાસવાણી માર્કેટ સામેના ગ્રાઉન્ડ ખાતે ૧ સ્ટોલ, રાજનગર મેઈન રોડ, ધરતી હોન્ડાના શો રૂમ સામેના ગ્રાઉન્ડ ખાતે ૧ સ્ટોલની હરરાજી યોજાઈ હતી. તમામ સ્થળ ખાતેનાં કુલ ૨૮ સ્ટોલ ભાડે અપાયેલ છે. હરરાજીમાં કુલ ૮૨ વ્યક્તિઓએ ભાગ લીધેલ હતો. આ કામે રાજકોટ મહાનગરપાલિકાને અંદાજીત રૂ.૪૪.૩૨ લાખ જેટલી આવક થશે.
આ તમામ સ્ટોલ ૧૫x૩૦નાં રહેશે અને તા.૧૧ થી તા.૨૦ ઓક્ટોબર (દસ દિવસ) સુધી ભાડે આપવામાં આવશે.
ગયા વર્ષે દિવાળી ફટાકડા સ્ટોલની હરરાજીમાં કુલ-૩૫ સ્ટોલની હરરાજી કરવામાં આવેલ, જેમાં ૨૨ સ્ટોલનો ભાવ બોલવામાં આવેલ અને રાજકોટ મહાનગરપાલિકાને અંદાજિત રૂ.૫.૬૨ લાખની આવક થઇ હતી.