રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેલેનીયમ હાઈટ સામે, મવડી-પાળ રોડ પર મવડી ટી.પી. સ્કીમ ૨૭, એફ.પી.૪૧-એ ખાતે વેસ્ટ ઝોન પેકેજ-૩ હેઠળ તૈયાર થયેલ શિવ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની ૧૨ દુકાનો જાહેર હરરાજી કરી વેંચાણથી આપવાની છે. આ માટેની જાહેર હરરાજી આગામી તા.૧૩ ઓક્ટોબરે સવારે ૯ કલાકે સ્થળ ઉપર યોજાશે.
આ વર્ષે ચોમાસું સારૂ જતા રિઅલ એસ્ટેટમાં તેજીનો ચમકારો આવશે અને મહાપાલિકાને સારી આવક થશે તેવી આશાએ એસ્ટેટ બ્રાન્ચ દ્વારા દુકાનો વેંચાણ અર્થે મૂકવામાં આવી છે જેમાં લઘુત્તમ ૧૬.૧૨ ચોરસ મીટરથી મહત્તમ ૨૭.૬૮ ચોરસ મીટર સુધીની કુલ ૧૨ દુકાનો વેચાણમાં મુકાઇ છે જેમાં દુકાનની સાઇઝ મુજબ દરેક દુકાનની અલગ અપસેટ નિયત કરાઇ છે જે રૂ.૧૮.૧૭ લાખથી ૩૧.૧૦ લાખ સુધીની છે.
ઉપરોક્ત દુકાનોની જાહેર હરરાજીમાં ભાગ લેનાર વ્યક્તિએ હરરાજીની તારીખના આગળના દિવસ સુધીમાં એસ્ટેટ વિભાગમાં અથવા હરરાજીના દિવસે સ્થળ ઉપર રૂ.બે લાખ રાજકોટ મહાપાલિકાના નામના ચેક અથવા ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ તરીકે ભરવાનાં રહેશે. ડીપોઝીટ ભરનાર વ્યક્તિ જ હરરાજીમાં ભાગ લઇ શકશે. માંગણી નામંજુર થયે ડીપોઝીટનો ચેક-ડી.ડી. સ્થળ ઉપર પરત આપવામાં આવશે. જે નામથી દુકાન ખરીદવા માંગતા હોય તેમના જ એકાઉન્ટનો ચેક ડીપોઝીટ પેટે આપવાનો રહેશે. આ સહિતની કુલ ૧૪ જેટલી શરતો રાખવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application