BREAKING NEWS

જામનગર : લાલપુર ડિવીઝનના પોલીસે કબ્જે કરેલ ૮૨ વાહનોની હરરાજી

  • November 26, 2025 12:06 PM 



લાલપુર ડીવીઝનના બે પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે કરાયેલ ૮૨ વાહનોની હાલની ક્ધડીશન સાથે હરરાજી કરવામાં આવી હતી, આ વેળાએ ઉચ્ચ અધિકારીઓ હાજર રહયા હતા.


રેન્જ આઇજીની સુચના અનુસાર એસપી ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ મુદામાલ વાહન નિકાલ ઝુંબેશ અન્વયે કમિટીની રચના કરવામાં આવી હતી જેના અઘ્યક્ષ સ્થાને લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતિભા તથા બે પોલીસ સ્ટેશનના થાણા અધિકારીની કમિટી જેમાં જામજોધપુર પોલીસ સ્ટેશનના ૨૮ વાહન, શેઠવાળાના ૫૪ મળી કુલ ૮૨ વાહનોનો નિકાલ કરવા વર્ગીકરણ કરાયુ હતું.


અલગ અલગ ગુનાના કામે કબ્જે લીધેલ વાહનો નિકાલ માટે એકઝયુકેટીવ મેજીસ્ટ્રેટ તથા જામજોધપુર કોર્ટને રીપોર્ટ કરી તેની હરરાજી કરવા અંગેના હુકમ આધારે કુલ ૮૨ વાહનની જામનગર એમટી વિભાગ અને પીઆઇ દ્વારા અપસેટ  પ્રાઇઝ નકકી કરવામાં આવેલ અને તમામ વાહનોની જામજોધપુર પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ ખાતે હરરાજી રાખવામાં આવી હતી. 
​​​​​​​

જેમાં ૪૮ વેપારીઓ હાજર રહયા હતા. સંયુકત હરરાજી કાર્યક્રમમાં અધિકારીઓ જેમાં જામજોધપુર પીઆઇ રબારી, શેઠવડાળાના વી.એસ. પટેલ તથા પોલીસકર્મી, વેપારીઓ હાજર રહયા હતા અને કમિટી સભ્યો દ્વારા આ કાર્યવાહીમાં ૮૨ વાહનોની જાહેર હરરાજીમાં જીએસટી સાથે કુલ ૩.૫૫.૧૦૦ની રકમ ઉપજેલ જે નાણાં સરકાર ખાતે જમાં કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application