રાજકોટમાં આજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇસુદાન ગઢવીની સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજકોટ ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ પોતાની પાર્ટી અને પક્ષને રામ રામ કહી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
કોણ કોણ આમ આદમી પાર્ટીમાં જોડાયું
નરેન્દ્રભાઈ રાઠોડ (જિલ્લા પંચાયત કારોબારી સભ્ય, ભાજપ)
રમેશભાઈ પટેલ (ભારતીય કિસાનસંઘના પડધરી તાલુકાના પૂર્વ પ્રમુખ)
કિરણભાઈ ગોહેલ (વિધાનસભાના આગેવાન, કોંગ્રેસ)
રવજીભાઈ સોલંકી (કોંગ્રેસ આગેવાન)
લવજીભાઈ મેઘાણી (ભાજપ આગેવાન)
કેતનભાઈ રાઠોડ (ભાજપ આગેવાન)
નરેશભાઈ જાદવ (ભાજપ આગેવાન)
નિરાલીબેન પટેલ (ભાજપ આગેવાન, વોર્ડ ન. 12)
દિનેશભાઈ પટેલ (ભાજપ આગેવાન, વોર્ડ નં.11)
ખોડાભાઈ સોલંકી (કોટડા સાંગાણીના ભાજપ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ)
ભીખાભાઈ મેઘાણી (પૂર્વ સરપંચ, મોટામવા)
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વાવાઝોડું આવ્યું
ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વાવાઝોડું આવ્યું છે. કેજરીવાલની વિચારધારા અનુસાર આ આમ જનતાની પાર્ટી છે. ભાજપના કુશાસનથી ત્રસ્ત થયેલા આજે ઘણા બધા રાજકોટના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાતમાં પહેલા કોંગ્રેસનુ શાસન હતું અને લોકો તેનાથી ત્રાહિમામ પોકારી ગયા. ભાજપનું 30 વર્ષથી શાસન છે. જેના શાસનમાં મોંઘવારી ચરમસીમાએ ગઈ છે. પ્રજાને લૂંટી રહી છે. ખેડૂતો પર લાઠીઓ વરસાવવામાં આવે છે. વિસાવદરની બેઠક પર ભાજપના ઈશારે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર રાખ્યો હતો. કોંગ્રેસ એ ભાજપની પાર્ટી છે. આથી કોંગ્રેસના આગેવાનો કંટાળી ગયા છે.