BREAKING NEWS

અમદાવાદમાં મુખ્યમંત્રી–નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપે વિજયોત્સવ ઉજવ્યો

  • April 29, 2026 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં હાલમાં જ સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલા પ્રચડં વિજયને વધાવવા માટે રાયભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક જે.પી. ચોક ખાતે ગઇકાલે એક ભવ્ય વિજયસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણી નેતાઓએ કાર્યકરો સાથે જીતની ઉજવણી કરી હતી. આ વિજયસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક વિજય માત્ર ભાજપનો નથી, પરંતુ ગુજરાતની સાડા છ કરોડ જનતાનો વિજય છે. જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી વિકાસની રાજનીતિ પર ફરી એકવાર મહોર મારી છે. તેમણે ઉમેયુ હતું કે છેલ્લ ા ૩૦ વર્ષથી ગુજરાતની જનતાએ સતત ભાજપના વિકાસના મોડલને જનસમર્થન આપ્યું છે, જે આજે પણ અકબધં છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ કાર્યકરોનો આભાર માનતા કહ્યું હતું કે, ધોમધખતા તાપમાં પણ ભાજપના પાયાના કાર્યકરોએ પ્રત્યેક બૂથ પર પરસેવો પાડીને આ જીત સુનિશ્ચિત કરી છે. આ વિજય સકારાત્મકતા અને વિકાસના સંકલ્પનો છે.
વિપક્ષો પર આકરા પ્રહાર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષોને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ગુજરાતની જાગૃત જનતાએ વિપક્ષો દ્રારા ફેલાવવામાં આવેલા અપપ્રચાર અને ષડયંત્રોનો વ્યાજ સાથે હિસાબ ચૂકતે કરી દીધો છે. રાયના ખૂણે ખૂણે આજે કેસરિયો લહેરાયો છે, જે દર્શાવે છે કે ભાજપ અને નાગરિકો વચ્ચેનો સંબધં વર્ષેા જૂનો અને અટૂટ છે. જે.પી. ચોક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરોએ ઢોલ–નગારા, ત્રાંસા વગાડી અને ફટાકડા ફોડીને વિજયના નાદ ગજવ્યા હતા. ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પણ બપોરથી જ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. આ જીત સાથે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત બનાવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application