BREAKING NEWS

ઉપલેટા તાલુકા પંચાયતમાં ભાજપને નવ, કોંગ્રેસને આઠ અને આપને એક બેઠક મળી

  • April 29, 2026 08:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટામાં ગઈકાલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મત ગણતરી બાદ પરિણામો જાહેર થતાં મતદારોએ તાલુકા પંચાયતમાં ગત ટર્મનું પુનરાવર્તન ન કરી કોઈ પાર્ટીને બહુમતી આપી નથી. તાલુકા પંચાયતની ૧૮ સીટમાંથી ભાજપને નવ, કોંગ્રેસને આઠ અને આમ આદમી પાર્ટીને એક બેઠક મળી છે. જયારે જિલ્લા  પંચાયતમાં ત્રણ બેઠકોમાંથી ભાજપને બે બેઠક અને એક બેઠક કોંગ્રેસને મળી છે.  ઉપલેટાની જિલ્લા પંચાયતની ત્રણ સીટની ડુમીયાણી સીટ ઉપર ભારતીબેન મજબુતભાઈ હુંબલ અને મોટીપાનેલી સીટ ઉપરથી સોનલબેન વાઘસયા ભાજપમાંથી ચૂંટાઈ આવ્યા હતા જયારે કોલકી બેઠક પરથી અરુણા બેન વિજયી બન્યા હતા. જયારે તાલુકાની ૧૮ બેઠકોમાં ભાજપને ઢાંક ૧ જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળા, ઢાંક ૨માં જશીબેન સંજયભાઈ મુસાર, કોલકીમાં રાજેશકુમાર વલ્લ ભભાઈ વાળોદરીયા, જામટીંબડીમાં વિજયાબેન ચંદુભાઈ વાઘેલા, ગણોદમાં રવિકુમાર હસમુખભાઈ વિરડા, ખારચીયામાં પ્રવિણાબેન પિયુષભાઈ હુંબલ, પાનેલી-૧માં ભાવેશ છગનભાઈ સવસાણી, સમઢીયાળામાં હંસાબેન જેન્તીભાઈપાપરા, તલંગણામાં કુંવરબેન મેરામણભાઈ મારડીયા વિજયી બનતા ભાજપને નવ સીટ મળી છે. જયારે કોંગ્રેસને અરણીમાં આશાબેન દિનેશભાઈ વાાઘ, ખાખીજાળીયામાં મનીષાબેન ભરતભાઈ સુવા, ખીરસરામાં મનીષભાઈ ટપુભાઈ ગાજણોતર, મોકરામાં લાખાભાઈ પુનાભાઈ ડાંગર નાગવદરમાં જયદેવસિંહ અનોપસિંહ વાળા ડુમીયાણીમાં વર્ષાબા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કાથરોટામાં રમેશભાઈ ખીમાભાઈ ભારાઈ વરજાંગજાળીયામાં કાજલબેન જયદીપભાઈ ભીંભા વિજયની વરમાળા પહેરતા કોંગ્રેસને આઠ બેઠક મળી છે. જયારે મોટી પાનેલી-૨માં ચંદુભાઈ અમરાભાઈ જાદવ આપમાંથી ચૂંટાઈ આવ્યા હતા. ગઈકાલે વિજય બાદ ડુમીયાણી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ભારતીબેન મજબુતભાઈ હુંબલ વિજેતા બનતા તેમનું વિજય સરઘસ વિશાળ જનમેદની ઉમટી પડતા અને ઠેર ઠેર સ્વાગત થતાં મોડી રાત્રે સરઘસ પુ‚ થયું હતું. આ સરઘસમાં ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, રવિભાઈ માકડીયા સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application