BREAKING NEWS

રાજકોટ, ગુજરાત, ભારતમાં ભાજપ; વોર્ડ નં.૧૫માં કોંગ્રેસ

  • April 01, 2026 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર, ગુજરાત રાય અને ભારત દેશમાં ભાજપનું શાસન છે પરંતુ રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૫માં વર્ષેાથી કોંગ્રેસની પુરી પેનલ જંગી બહત્પમતીથી ચૂંટણી જીતે છે.રાજકોટના તમામ ૧૮ વોર્ડમાં સૌથી ઓછા ૪૦,૭૮૯ મતદારો ધરાવતા વોર્ડ નં.૧૫માં ભાજપમાંથી ચૂંટણી લડવા ઉત્સુક દાવેદારો પણ ખુબ ઓછા છે. વર્ષેાથી મહાપાલિકાને વિપક્ષી નેતાઓ આપતા વોર્ડમાં આ વખતે ખરાખરીનો જગં ખેલાશે કારણ કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ કડડભુસ કરવા ભાજપએ પૂરી તૈયારી કરી છે તેવી ચર્ચા છે, ખાસ કરીને આ વોર્ડ પૂર્વ રાજકોટ વિધાનસભા હેઠળનો હોય ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ પણ અહીં ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્રારા પણ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવેને આ વોર્ડ કબજે કરવા ખાસ ટાર્ગેટ અપાયો છે.
વોર્ડ નં.૧૫માં હાલ કોંગ્રેસના ચાર સીટિંગ અલબત્ત હવે પૂર્વ એવા કોર્પેારેટર છે જેમાં વશરામભાઇ સાગઠીયા, ભાનુબેન પ્રવીણભાઇ સોરાણી અને મકબુલભાઈ દાઉદાણી અને કોમલબેન હરેશભાઇ ભારાઇ (રબારી) નો સમાવેશ થાય છે. આ વોર્ડમાં જે મુજબ અનામત રોટેશન આવ્યું છે તે મુજબ ક્રી અને પુષની એક–એક બેઠક પછાત વર્ગ અનામત આવી છે, યારે અન્ય એક–એક બેઠક સામાન્ય છે. જો પક્ષ ઇચ્છે તો ચારેય ઉમેદવારની પૂરી પેનલ રિપિટ કરી શકે તેમ છે પરંતુ તેવું થવાની સંભાવના ઓછી છે કારણ કે આ વોર્ડમાં કોંગ્રેસમાં ૩૨ જેટલા દાવેદારો હોવાનું ચર્ચાય રહ્યું છે.
કોંગ્રેસ માટે જીતવાની પાકી ગેરંટીવાળો વોર્ડ આ એક જ હોય અન્ય વોર્ડના અમુક દાવેદારો પણ આ વોર્ડમાંથી ચૂંટણી લડવા થનગની રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વોર્ડએ ત્રણ–ત્રણ ટર્મ સુધી વિપક્ષી નેતાઓ આપ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application