BREAKING NEWS

રાજયની જિલ્લા પંચાયતોમાં પણ ભાજપ જ: કોંગ્રેસ–આપે માત્ર ગાબડાં પાડયા

  • April 28, 2026 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે. ૩૪ જિલ્લા પંચાયતોમાં વાત કરીએ તો ગામડાઓમાં ભાજપના ગઢમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગાબડા પાડા છે. ૩૪ જિલ્લાપંચાયતમાં ૩૦૫૯ ઉમેદવારો ઉભા રહ્યા છે. જેમાં બાવન બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ૧૦૯૦ બેઠકોમાં ભાજપ ૧૬૮ બેઠક પર આગળ છે. યારે કોંગ્રેસ ૫૩ બેઠક પર આગળ છે. તેમજ અન્ય પક્ષો ૫૩ બેઠક પર આગળ છે.જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંપાબેન કિશોરભાઈ ઠુમ્મરે ૩૦૦ જેટલા મતની વિજય થયો છે. પરિણામ જાહેર થતાં વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની મોટી ભોંયણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન ૧૩૭૪ જેટલા વોટ સાથે વિજેતા થયા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠક પર ભાજપની જીત થઈ છે. દિયોદર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના માળિયાહાટીના તાલુકાની અમરાપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.
જૂનાગઢમાં જિલ્લા પંચાયત બેઠકમાં મોટો અપસેટ સર્જાયો છે. ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પર વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીની હાર થઈ છે. મોટી મોણપરી બેઠકમા ભાજપના ડો. ભરત ઝાલાવાડીયાની હાર થઈ છે અને આમ આદમી પાર્ટીના જયસુખ પાઘડાર વિજેતા થયા છે. મજેવડી બેઠક પર ભાજપના કાંતિભાઈ ગજેરાનો વિજય થયો છે.જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે, જેમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો પરાજય થયો છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે વિજય મેળવી લીધો છે. પરિણામ જાહેર થતાં વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને આપ સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે....




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application