BREAKING NEWS

જસદણ સરકારી હોસ્પિટલમાં મોટેપાયે ગેરરીતિની આશંકાથી ખુદ ભાજપ અગ્રણીએ આરટીઆઈ કરી

  • November 19, 2025 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ સરકારી હોસ્પિટલમાં બેદરકારી દાખવતો નસિગ સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓ વિદ્ધનો વિવાદ હજી થંભ્યો નથી ત્યાં ભાજપના પૂર્વ મહામંત્રી તેમજ જસદણ નગરપાલિકાના પૂર્વ નગરસેવક અને અગ્રણી સામાજીક કાર્યકર રાજુભાઈ દડુભાઈ ધાધલે જસદણ સરકારી હોસ્પિટલમાં સરકાર તરફથી મળતી વિવિધ પ્રકારની ગ્રાંટમાં મોટેપાયે ગેરરીતિ થતી હોવાની આશંકાથી જસદણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને મળવાપાત્ર સારવાર અને સુવિધાઓ તેમજ આર્થિક વહીવટી કાર્ય સંબંધીત માહિતી અધિકારના કાયદા હેઠળ નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ રાજકોટ પાસે રજીસ્ટર એડી પોષ્ટ્રથી વિવિધ પ્રકારની વિગતવાર માહિતી માંગતા જસદણ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. રાજુભાઈ ધાધલે જસદણ સરકારી હોસ્પિટલ સી.એચ.સી.માંથી અપગ્રેડ થતા સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનો દરો મળતા દર્દીઓની સારવાર તથા સુવિધાઓ માટે વિવિધ વિભાગોમાં કયા–કયા પ્રકારનો સુધારો વધારો થયો અને જરીયાત મુજબ કેટલા નિષ્ણાતં ડોકટરો હોવા જોઈએ હાલમાં નિષ્ણાતં તેમજ પુરતા પ્રમાણમાં અન્ય ડોકટરો છે કે નહી તેમજ હોસ્પિટલમાં પહેલા તેમજ હાલના સમયે હોસ્પિટલ અપગ્રેડ થયા બાદ સને ૨૦૧૫ થી ઓકટોબર ૨૦૨૫ એટલે કે છેલ્લ ા દસ વર્ષમાં જસદણ સરકારી હોસ્પિટલમાં કરાર આધારિત, બોન્ડ આધારિત , કાયમી તેમજ હંગામી ધોરણે કયાં વર્ષે કેટલા ડોકટરોએ ફરજ બજાવીને કયારે છુટ્ટા થયા તેમજ છુટ્ટા થવા અંગેની ડોકટરોની ડિગ્રી સાથેની વર્ષ મુજબ વિગતવાર માહિતી હાલમાં જસદણ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરોના નામ તેમની ડિગ્રી સાથેની વિગતવાર માહિતી તથા ફરજ બજાવતા નસિગ સ્ટાફ તથા અન્ય સ્ટાફ તેમજ કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતા તમામ કર્મચારીઓના નામ તથા તેમની ફરજ અંગેની વિગતવાર માહિતી જસદણ સરકારી હોસ્પિટલમાં સરકાર તરફથી રોગી કલ્યાણ સમિતિને સને ૨૦૧૫ થી ઓકટોબર ૨૦૨૫ દરમિયાન ફાળવવામાં આવેલ ગ્રાંટના વર્ષ મુજબના આંકડા સાથેની માહિતી તેમજ મળેલી ગ્રાંટની રકમનો વપરાશ વર્ષ મુજબ કેવી રીતે કરવામાં આવે છે તેના ખર્ચ સહિતની આંકડા – તારીખ સાથેની વિગતવાર માહિતી રોગી કલ્યાણ સમિતિની કે સરકારની અન્ય કોઈ ગ્રાંટમાંથી સને ૨૦૧૫ થી ઓકટોબર ૨૦૨૫ ના સમય દરમિયાન બહારથી ખરીદ કરવામાં આવેલ દવાઓ કઈ એજન્સીઓ પાસેથી ખરીદ કરવામાં આવેલ છે તે એજન્સીઓના નામ, સરનામા તથા તેમને ચુકવવામાં આવેલ તારીખ મુજબની રકમ સહિતની માહિતી માંગતા રાજુભાઈ ધાધલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આરોગ્ય બાબતે ખૂબજ ગંભીરતા દાખવીને ગરીબ દર્દીઓને તમામ પ્રકારની સવલતો વિનામૂલ્યે મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. ત્યારે એર કંડીશનરમાં બેઠા બેઠા મસમોટો પગાર મળતો હોવા છતાં જસદણ સરકારી હોસ્પિટલમાં સરકાર તરફથી ગ્રાંટ પે મળતી આર્થિક સહાયમાં ભયંકર ગેરરીતિ આચરવામાં આવી રહી છે. તે વાત ઘણા સમયથી મારા ધ્યાનમાં હતી. પુરતા પુરાવાઓ એકત્રીત થતા સરકાર સમક્ષ સત્ય ઉજાગર કરીને ગેરરીતિ આચરનાર વિદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવા માટે માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application