BREAKING NEWS

વડિયામાં ભાજપના નેતા યુવક પાછળ પાવડો લઈને મારવા દોડયા, કારણ જાણી તમે પણ કહેશો કે યુવક સાચો હતો.....

  • December 19, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનો અવાજ ઉઠાવ્યો હતો

વડિયાના માતિનગર વિસ્તારમા હાલ આરસીસી રોડ નુ કામ શરૂ  કરવામાં આવ્યુ છે. જો કે આ રોડ બંને તે પેહલા જ વિવાદ મા સપડાતો જોવા મળ્યો છે. એક બાજુ અન્ય વિસ્તારના સ્થાનિકોનો એવો આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપ ના નેતાઓના ઘર પાસેના જ રોડ બંને છે અન્ય કયાંય બનતા નથી. હાલ જે માતિ નગરમા રસ્તો બની રહ્યો છે તે ભૂતકાળમા આરસીસી રોડ બનેલો હતો તેના પર ફરી આ રોડ બનાવવામા આવી રહ્યો છે, જયારે વડિયાના અનેક વિસ્તારમા આજદિન સુધી રસ્તાઓ બન્યા જ નથી ત્યારે એક રોડ ઉપર બીજો રોડ બંને તો લોકોના આક્ષેપ, મેણા અને ટોણા સહન કરવા પડે તે સ્વાભાવિક છે.આ રોડ બનવા માટે ની કામગીરી શ થતા સ્થાનિક માતિ નગરના લોકો દ્રારા મંત્રી કૌશિક વેકરીયાના કહ્યા મુજબ લોકો રેતી, કાંકરી અને સિમેન્ટના તગારા ગણવા ઉભા રહી ગયા જેથી આ રસ્તોનુ કવોલિટીનુ કામ થાય. સ્થાનિકોએ માલ ના તગારા ગણતા આ આરસીસી રોડના કામમા ૨૦ તગારા કાંકરી, ૧૫ તગારા રેતી સામે ફકત ૧ થેલી સિમેન્ટ વપરાતી હોવાથી જાગૃત વ્યકિત દ્રારા ગ્રામપંચાયતના વિપક્ષી સભ્ય જેનેદ ડોડીયા ને આ બાબતે ફરિયાદ કરતો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.આ ઓડિયો વાઇરલ થતા જ રોડ ના કામમા ધીંગાણું શ થયું હતુ અને થોડી વાર પછી ફરી એક વિડીયો વાઇરલ થયો હતો જેમા આ રોડના કામમા તગારા ગણનાર જાગૃત નાગરિક કે જેને આ કામ બાબતે ગ્રામપંચાયત ના વિપક્ષી સદસ્ય ને કોલ કર્યેા હતો તે તેને બેફામ ગાળો આપતો અને પાવડો લઈને મારવા દોડતો ભાજપ નેતા એવા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય તુષાર ગણાત્રા નો વિડીયો વાઇરલ થયો હતો.આ વિડીયો વાઇરલ થતા જ આ રસ્તાની કામગીરી બધં થઇ હતી અને આ રસ્તના કામમા જાણે મોટુ ધીંગાણું થયું હોય તેમ લોકોના ટોળા જોવા મળ્યા હતા. આ ઘટના બનતા જ વડિયા ના બજારો મા ભાજપ નેતાના વાણી વિલાસ અને હત્પમલાઓ ની ચર્ચાઓ થતી જોવા મળી હતી. થોડા સમય પેહલા મંત્રી અને અમરેલી ના ધારાસભ્ય કૌશિક વેકરીયા ની તગારા ગણવાની અને ભ્રષ્ટ્રાચાર રોકવાની અપીલ ને લોકોએ વધાવી હતી તો તગારા ગણતા સ્થાનિક જાગૃત લોકો પર તેમના જ મત વિસ્તાર મા હત્પમલાઓ ભાજપ નેતાઓ કરે તે કેટલું યોગ્ય ? શું શિસ્ત મા માનતી ભારતીય જનતા પાર્ટી આવા પાર્ટી ની છબી ખરાબ કરતા આ ભાજપ ના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય તુષાર ગણાત્રા કે જેનો હત્પમલો કરતો અને ગાળો આપતો વિડીયો વાઇરલ થયો છે તેની સામે પગલાંઓ લેશે કે નહિ તે તો આવનારો સમય જ બાતવશે... હવે સ્થાનિક લોકો મા અનેક પ્રશ્રનો ઉભા થતા જોવા મળી રહ્યા છે  કે આ કામ કયારે ફરી શ થાય છે ?  આ કામના ભ્રષ્ટ્રાચાર બાબતે વાઇરલ થયેલા ઓડિયો ની કોઈ તપાસ થાય છે કે કેમ ? શું જવાબદાર અધિકારી ઉપર ઉભી દેખરેખ રાખી ગુણવતા યુકત કામ કરાવશે ખરા ? આ પ્રશ્નો ના જવાબ તો આવનારા સમય મા જ લોકો ને મળશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application