BREAKING NEWS

કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદીને ચા વાળા બતાવતો એઆઈ વિડીયો શેર કરતાં ભાજપે વાંધો ઉઠાવ્યો

  • December 03, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસે પીએમ મોદીનો એક એઆઈ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા જ દેશના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. આ વીડિયો કોંગ્રેસના નેતા રાગિણી નાયકના એક્સ હેન્ડલ પરથી 'હવે આ કોણે કર્યું, ભાઈ' (અબ ઈ કૌન કિયા બે)ના કૅપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં પીએમ મોદીને એક આંતરરાષ્ટ્રીય સમિટમાં ચાની કીટલી અને કપ સાથે બતાવવામાં આવ્યા છે, જે તેમના ભૂતકાળના 'ચાયવાલા'ની ઓળખનો સંદર્ભ આપે છે. આ વીડિયો વાઇરલ થતાં જ ભાજપે તેના પર સખત વાંધો ઉઠાવ્યો છે અને વડાપ્રધાનની ગરિમાનું અપમાન ગણાવ્યું છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સીઆર કેસવને આ મામલે કોંગ્રેસ પર આકરો પલટવાર કર્યો છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે કોંગ્રેસનું આ શરમજનક કૃત્ય તેમના નેતૃત્વની વિકૃત માનસિકતા દર્શાવે છે. કેસવને આ વીડિયોને 140 કરોડ મહેનતુ ભારતીયોનું ગંભીર અપમાન ગણાવ્યો અને કહ્યું કે આ કોંગ્રેસ દ્વારા ઓબીસી સમુદાય પરનો સીધો હુમલો છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ નેતૃત્વ અને રાહુલ ગાંધી એ હકીકતથી નફરત કરે છે કે ભારતીય જનતા સતત સમર્પણ અને સખત મહેનત દ્વારા આગળ વધેલા પીએમ મોદીને પસંદ કરે છે અને ચૂંટે છે, જ્યારે જનતાએ અહંકારી અને વિશેષાધિકાર પ્રાપ્ત રાહુલ ગાંધીને વારંવાર નકાર્યા છે.

કોંગ્રેસ દ્વારા પીએમનો એઆઈ વીડિયો શેર કરવાની આ પહેલી ઘટના નથી. આ પહેલાં, 12 સપ્ટેમ્બરના રોજ બિહાર કોંગ્રેસે એક્સ પર પીએમ મોદી અને તેમના માતાનો એઆઈ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં પીએમના સપનામાં તેમના માતા આવીને કહે છે કે 'રાજનીતિ માટે કેટલા નીચે ઉતરશો?'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application