BREAKING NEWS

બાવળીયા અને બોઘરાના બેફામ આક્ષેપોથી ભાજપમાં હડકંપ; ચૂંટણી પૂર્વે એકમેકને પાડી દેવા દાવ ખેલ્યો? હાઇ કમાન્ડે વિગતો માંગી

  • August 13, 2026 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને તેના જ મત વિસ્તાર જસદણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ એકમેક વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કરતા રાજકોટથી લઈને પ્રદેશ ભાજપ સુધીમાં હડકંપ મચી ગયો છે. સમગ્ર મામલો હાલ ભાજપ હાઇ કમાન્ડ સુધી પહોંચ્યો છે અને બંનેને ખુલાસા પૂછવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.


ભાજપના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, સોશ્યલ મીડિયામાં એક પોડકાસ્ટ અંતર્ગત એવી વિગતો સામે આવી હતી કે બાવળિયાએ બોઘરા વિરૂધ્ધ કથિત રીતે એક મહિલા સાથેના સંબંધો અને ગર્ભપાત કરાવ્યાનો આક્ષેપ તેમજ આર્થિક સમાધાનથી મામલો ઉકેલ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો ! બોઘરા મૂળ બાવળીયાના કાર્યકર અને ચુંટણી એજન્ટ હતા અને ત્યારબાદમાં ભાજપના નેતાઓના સંપર્કમાં આવતા ચુંટણી લડ્યા હતા.


બીજી બાજુ બાવળીયાએ જે કેસમાંથી તેને બચાવ્યાનો આક્ષેપ કર્યો છે તેના ઈનકાર કરતા બોઘરા કહે છે કે આ સરાસર જૂઠ છે અને આ મામલે હાઈ કમાન્ડ સમક્ષ ફરિયાદ કરાશે.ભરત બોઘરાએ બાવળીયા વિરૂધ્ધ સરકારી ગૌચર જમીનનું સ્થળ બદલી અને પોતાની શૈક્ષણિક સંસ્થા માટે સત્તાનો દુરૂપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે સત્તાનો દુરૂપયોગ, હત્યાના કાવતરા જેવા આક્ષેપોથી બંને વચ્ચે જબરી ગરમાગરમીએ રાજકોટથી લઈને સમગ્ર ગુજરાત પ્રદેશ ભાજપમાં ગરમાગરમ ચર્ચાનો વિષય બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application