BREAKING NEWS

ભાજપનો ગઢ યથાવત રહેશે કે ગાબડાં પડશે

  • April 27, 2026 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ૨૦૨૭માં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પહેલા સતાના સેમીફાઈનલ જેવી ગઈકાલે યોજાયેલી સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ચૂંટણીમાં આવતીકાલે મત ગણતરી હાથ ધરવામાં આવશે. બપોર સુધીમાં મોટાભાગના પરિણામો જાહેર થઈ જવાની શકયતા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ કમ બેક કરશે? ભાજપ સરકાર જાળવી રાખશે? કે આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પોતાનો પગ જમાવશે ?તેવી ચર્ચાઓ, અનુમાનો અને અટકળો પર આવતીકાલે પૂર્ણવિરામ મુકાઈ જશે.
શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં મતદાનની ટકાવારી પ્રમાણમાં ઘણી ઐંચી રહી છે. આ પ્રકારની પેટર્નના કારણે ભાજપ –કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી કોને ફાયદો થશે ?અને કોને નુકસાન થશે ?તેવા ગણિત પણ મુકાઈ રહ્યા છે. અત્યારે તો ત્રણેય પક્ષો પોતાના ઉમેદવાર માટે જીતના દાવા કરી રહ્યા છે. પરંતુ કોના દાવા સાચા ઠરે છે અને કોના દાવા પોકળ સાબિત થાય છે તે આવતીકાલે ખબર પડી જશે.કરોડ જેટલા મતદારોએ આ ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યેા હતો.ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ હતી. ૧૫ મહાનગરપાલિકાઓમાં સૌથી વધુ ૬૬ % મતદાન વાપીમાં અને સૌથી ઓછું મોરબીમાં ૫૯% થયું હતું. નગરપાલિકાઓની વાત કરીએ તો નવરચિત વાવ થરાદમાં સૌથી વધુ ૭૫%, જિલ્લા પંચાયતમાં સૌથી વધુ નર્મદા જિલ્લામાં ૮૧ ટકા મતદાન નોંધાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામે મતદાન મથક નંબર ચાર અને પાંચમાં ઈવીએમ અંગેની ટેકનિકલ ક્ષતિના કારણે તાલુકા પંચાયત અને આ બુથમાં આવતી જિલ્લા પંચાયતની બેઠક માટે આજે સવારે ૭:૦૦ વાગ્યાથી પુન: મતદાન શ થયું છે જે સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.મતદાનની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાયભરમાં સિંગલ ચોઈસમાં ૮૦ કંટ્રોલ યુનિટ અને ૬૪ બેલેટ યુનિટ બગડા હતા. યારે મલ્ટી ચોઈસ વાળી મતદાનની બેઠકોમાં ૭૨ કંટ્રોલ યુનિટ અને ૧૮૪ બેલેટ યુનિટ બગડા હતા. જેને રિપ્લેસ કરી દેવામાં આવ્યા હતા. આમ કુલ ૪૦૦ જેટલા બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ મતદાનની પ્રક્રિયા દરમિયાન બગડા હતા અને તેના સ્થાને નવા યુનિટ મૂકવામાં આવ્યા હતા.કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં ગઈકાલે સરેરાશ ૬૦% જેટલું મતદાન થયું હતું. ૧૫ મહાનગરપાલિકામાં ૫૦%, ૩૪ જિલ્લા પંચાયતમાં ૬૨ %, ૨૬૦ તાલુકા પંચાયતોમાં ૬૩% અને ૮૪ નગરપાલિકાઓમાં ૬૦% જેટલું મતદાન થયું હતું. કુલ ૨.૨૫ કરોડ જેટલા મતદારોએ આ ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યેા હતો. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ હતી. ૧૫ મહાનગરપાલિકાઓમાં સૌથી વધુ ૬૬ % મતદાન વાપીમાં અને સૌથી ઓછું મોરબીમાં ૫૯% થયું હતું. નગરપાલિકાઓની વાત કરીએ તો નવરચિત વાવ થરાદમાં સૌથી વધુ ૭૫%, જિલ્લા પંચાયતમાં સૌથી વધુ નર્મદા જિલ્લામાં ૮૧ ટકા મતદાન નોંધાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામે મતદાન મથક નંબર ચાર અને પાંચમાં ઈવીએમ અંગેની ટેકનિકલ ક્ષતિના કારણે તાલુકા પંચાયત અને આ બુથમાં આવતી જિલ્લા પંચાયતની બેઠક માટે આજે સવારે ૭:૦૦ વાગ્યાથી પુન: મતદાન શ થયું છે જે સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.મતદાનની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાયભરમાં સિંગલ ચોઈસમાં ૮૦ કંટ્રોલ યુનિટ અને ૬૪ બેલેટ યુનિટ બગડા હતા. યારે મલ્ટી ચોઈસ વાળી મતદાનની બેઠકોમાં ૭૨ કંટ્રોલ યુનિટ અને ૧૮૪ બેલેટ યુનિટ બગડા હતા. જેને રિપ્લેસ કરી દેવામાં આવ્યા હતા. આમ કુલ ૪૦૦ જેટલા બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ મતદાનની પ્રક્રિયા દરમિયાન બગડા હતા અને તેના સ્થાને નવા યુનિટ મૂકવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application