BREAKING NEWS

ભાજપ બિહારની ચૂંટણી પૂર્ણ થયા પછી ગુજરાતનું સંગઠન માળખું જાહેર કરશે

  • November 08, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત પ્રદેશ ભાજપનું સંગઠન સંરચના પર્વ હવે પૂર્ણતાના આરે પહોંચ્યું છે, પ્રમુખો બાદ હવે અન્ય હોદ્દેદારોના નામની ટૂંક સમયમાં જાહેરાત થશે. બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય ત્યારબાદ સૌપ્રથમ ૧૪ નવેમ્બર આજુ બાજુ પ્રદેશ માળખું અને ત્યારબાદ વિવિધ મહાનગરો અને જિલ્લાઓનું માળખું જાહેર થશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખેંચતાણ રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાં જોવા મળી છે.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમની પ્રદેશની નવી ટીમ ક્યારે જાહેર કરશે તેના તરફ સૌની મીટ છે. બિહારની ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી સપ્તાહમાં તા.૧૪ નવેમ્બર પછી પ્રદેશનું નવું માળખું જાહેર કરી દેવાય તેવી પુરી શક્યતા છે અને પ્રદેશ માળખું જાહેર થયા બાદ વિવિધ શહેરો અને જિલ્લાના સંગઠન માળખું જાહેર કરવામાં આવશે તેમ જાણવા મળે છે.પક્ષના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, બિહારમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રદેશ ગુજરાત ભાજપની નવી ટીમની જાહેરાત થાય તેવી સંભાવના છે. હાલ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ બિહાર ચૂંટણી પ્રચાર સહિતની કામગીરીમાં જોડાયેલા છે. બિહારમાં તા.૧૪ નવેમ્બરના રોજ મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતમાં પ્રદેશ ભાજપની નવી ટીમની જાહેરાત થઇ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application