BREAKING NEWS

CGSTના અધિકારીને ફડાકા મારનાર ભાજપના કાર્યકરની સામે ગુનો નોંધાયો

  • November 20, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલ ઓમ રેસ્ટોરેન્ટનાં માલિક , સંચાલકે રેડ પાડવા ગયેલા સીજીએસટી વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે બેફામ ગાળાગાળી કરી ફડાકો ઝીંકી ફરજમાં રોકાવટ કરતા રેસ્ટોરેન્ટના માલિક તેમજ સંચાલક સહીત બે શખ્સો સામે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનોં નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રૈયારોડ પર સમર્પણ સોસાયટી શેરી1 માં રહેતા અને સેન્ટ્રલ જીએસટી સીજીએસટી વિભાગમાં સુપ્રીટેન્ડેન્ટ (વર્ગ-2) તરીકે ફરજ બજાવતા જયપ્રકાશસિંગ રામચંદ્રસિંગે આરોપી તરીકે વલ્લભભાઈ જીવરાજભાઈ તરપારા અને અંકિત શિયાણી વિરુદ્ધ ભક્તિનગર પોલીસમથકમાં ફરિયાદ કરતા ફરજમાં રુકાવટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ફરિયાદી તેમજ સીજીએસટી વિભાગના બીજા અધિકારીઓ કર્મચારીઓની ટીમ રજીસ્ટર થયેલ ઓમ આઇસ્ક્રીમ એન્ડ ફાસ્ટફુડ નામના રેસ્ટોરન્ટમા જી.એસ.ટી.ની રેઇડ કરવા ગયા હતા ત્યારે ઓમ રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે કામ કરતા રેનીશ વેકરીયા નામનોં શખ્સ હાજર હતો.

જી.એસ.ટી. રજીસ્ટ્રેશનમાં રેસ્ટોરન્ટ માલિક તરીકે ભરતભાઈ પોપટભાઇ નશીત તથા વલ્લભભાઈ જીવરાજભાઈ તારપરા સંયુક્ત ભાગીદારીમા હોય જ્યાં રેઇડની કાર્યવાહી ચાલુ હતી દરમીયાન તમે કોને પુછીને રેઇડ કરો છો તેમ કહી ગાળાગાળી કરવા લાગેલ હતો જેથી આ શખ્સોને સમજાવી રેસ્ટોરન્ટની બહાર લઈ ગયેલ હતા.

ગાળો આપનાર શખ્સ રેસ્ટોરેન્ટ માલિક વલ્લભભાઈ જીવરાજભાઈ તારપરા અને અંકિત શિયાણી એ રેઇડ ચાલુ હતી ત્યારે અગાઉ ગાળાગાળી કરી પરદીપ સુરેન્દ્રસિંગને માથાના ભાગે એક ફડાકો મારેલ હતો ફરિયાદીને મારવાની કોશીશ કરતા બહારથી તેના સંબંધીઓ આવી જતા તેને પકડી લીધેલ હતો.

જે અંગે સીજીએસટી વિભાગના કર્મચારીઓએ રેઇડ પૂર્ણ કરી ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ફરજમાં રુકાવટ સહીતની કલમો હેઠળ ગુનોનોંધી વલ્લભ તારપરા અને અંકિત શિયાણી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



કાઉન્ટર માંથી ચાર બોટલ દારૂ મળી આવતા અલગથી ગુનો દાખલ

સીજીએસટી વિભાગે ભક્તિનગર સર્કલ પાસે ઓમ રેસ્ટોરન્ટમાં રેડ કરતા તપાસ દરમિયાન રિસેપ્શન કાઉન્ટરના ખાનામાંથી ચાર બોટલ વિદેશી દારૂ મળી આવતા ભક્તિનગર પોલીસ ને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને દારૂ કબજે કરી વલ્લભ દાઢી સામે વધુ એક ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application