BREAKING NEWS

રાજ્યની 260 તાલુકા પંચાયતોમાં ભાજપનો ઘોડો વિનમાં, વિસાવદરમાં ઈટાલિયાનો દબદબો

  • April 28, 2026 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યની 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ છે. જેમાં કુલ 5234 ઉમેદવારોમાંથી ભાજપના 2444 ઉમેદવારોએ પકડ બનાવી છે જ્યારે કોંગ્રેસે 604 બેઠક પર પકડ મેળવવામાં સફળ રહી છે. જ્યારે આપ સહિત અન્ય પક્ષો માત્ર 286 બેઠકો જ મેળવી શકે તેમ છે. જ્યારે વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનો દબદબો જોવા મળ્યો છે અને વિસાવદર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો આગળ છે.


અમરેલી-ખાંભા તાલુકાની જામકા બેઠક આપનો વિજય થયો છે, જામકા બેઠક પર કમલાબેન વિજયભાઈ વણઝારાની જીત થઈ છે. કેશોદ તાલુકા પંચાયતની ઘંસારી સીટ પર ટાઈ પડી હતી. આથી બંને ઉમેદવાર વચ્ચે ચીઠ્ઠી નખાતા આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા હતા.


ગોંડલ તાલુકા પંચાયત દડવા હમીરપરા સીટ માં ભાજપનો 32 મતે વિજય થયો હતો. ગોંડલ તાલુકા પંચાયત ચરખડી સીટમાં ભાજપના પુષ્પાબેન લીલાનો વિજય થયો હતો. બરડીયા તાલુકા પંચાયત સીટ પર નયનાબેન વઘાસિયાનો 450 મતે વિજય થયો છે. ઢેબર તાલુકા પંચાયત સીટ પર મુક્તાબેન સુખડિયાનો 250 મતે વિજય થયો છે.


બોટાદની રાણપુરા તાલુકા પંચાયતની દેવળીયા બેઠક, નખત્રાણા તાલુકા પંચાયતના અંગીયા બેઠક, પાટણના શંખેશ્વર તાલુકા પંચાયતની ખીજડિયા બેઠક, સુરતની અરેઠ તાલુકા પંચાયતની અરેઠ, કરાવલી, પાતાળ અને ખોડંબા બેઠક પર ભાજપનો વિજય થયો છે. 


પાટણ સમી તાલુકા પંચાયત બેઠક, નવસારીની જલાલપોર તાલુકા પંચાયતની પોંસરા બેઠક,  સાંતલપુરા તાલુકા પંચાયતની ગાંજીસર બેઠક, ખેડાની માતર તાલુકા પંચાયતની અંત્રોલી બેઠક, મહીસાગરમાં કોઠંબા તાલુકા પંચાયતની કોંચીયા બેઠક, પોરબંદર તાલુકા પંચાયતની દેગામ બેઠક, પોરબંદર જિલ્લા પંચાયતની બડેજ બેઠક,, પાટણની કુંવર તાલુકા પંચાયતની બેઠક અને રાણપુર તાલુકા પંચાયતની જાડીલા બેઠક પર ભાજપનો વિજય થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application