સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે. 34 જિલ્લા પંચાયતોમાં વાત કરીએ તો ગામડાઓમાં ભાજપના ગઢમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપમાં ગાબડા પાડ્યા છે. 34 જિલ્લાપંચાયતમાં 3059 ઉમેદવારો ઉભા રહ્યા છે. જેમાં બાવન બેઠક બિનહરીફ જાહેર થઈ છે. કુલ 1090 બેઠકોમાંથી ભાજપ 580 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 87 બેઠક પર આગળ છે. તેમજ આપ સહિત અન્ય પક્ષો 23 બેઠક પર આગળ છે.
જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંપાબેન કિશોરભાઈ ઠુમ્મરે 300 જેટલા મતની વિજય થયો છે. પરિણામ જાહેર થતાં વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની મોટી ભોંયણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન 1374 જેટલા વોટ સાથે વિજેતા થયા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠક પર ભાજપની જીત થઈ છે. દિયોદર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના માળિયાહાટીના તાલુકાની અમરાપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.
જૂનાગઢમાં જિલ્લા પંચાયત બેઠકમાં મોટો અપસેટ સર્જાયો છે. ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પર વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીની હાર થઈ છે. મોટી મોણપરી બેઠકમા ભાજપના ડો. ભરત ઝાલાવાડીયાની હાર થઈ છે અને આમ આદમી પાર્ટીના જયસુખ પાઘડાર વિજેતા થયા છે. મજેવડી બેઠક પર ભાજપના કાંતિભાઈ ગજેરાનો વિજય થયો છે.
જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે, જેમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો પરાજય થયો છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે વિજય મેળવી લીધો છે. પરિણામ જાહેર થતાં વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને આપ સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.