BREAKING NEWS

મમ્મી મારી દીકરીઓનું ધ્યાન રાખજો, મારે જીવવું છે પરંતુ.... લખી BLOએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી

  • December 01, 2025 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ડ્યુટી પર બીએલઓ તરીકે કામ કરતા 43 વર્ષીય સર્વેશ કુમારે 3 પાનાની સુસાઇડ નોટ લખીને ફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે. તેમને સુસાઇડ નોટમાં સ્પષ્ટ લખ્યું છે કે મારે જીવવું છે.....પરંતુ હું બહુ ડર અનુભવું છુ, મારે કામનું બહુ ભારણ છે. તેમને માતાને ઉદેશીને લખ્યું હતું કે... મમ્મી, મારી દીકરીઓનું ધ્યાન રાખજો. આ ઘટનાથી એસઆઈઆરવી વેદી પર વધુ એકનું બલિદાન ચડી ગયું છે. બીજી તરફ તેમની પત્નીએ જિલ્લા વહીવટીતંત્ર પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. ત્રણ પાનાની સુસાઇડ નોટ લખવા ઉપરાંત, સર્વેશે એક વીડિયો પણ બનાવ્યો છે, જે હવે સામે આવ્યો છે. આ વીડિયોમાં સર્વેશ કુમાર ખૂબ રડી રહ્યો છે. તે વારંવાર કામના દબાણ વિશે વાત કરે છે અને તેની માતાને બાળકોની સંભાળ રાખવા કહે છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ લોકોની આંખમાં આંસુ લાવી દીધા છે.તે કહે છે, "મમ્મી, કૃપા કરીને મારી ચાર દીકરીઓનું ધ્યાન રાખજો . આજે હું જે પગલાં લેવાનો છું તેના માટે હું જવાબદાર છું. મારા પરિવારને કોઈ કંઈ કહેશે નહીં. એસઆઈઆરના કામનું દબાણ ખૂબ જ છે. હું ન તો સૂઈ શકું છું કે ન તો કામ કરી શકું છું. હું જીવવા માંગુ છું, પણ મારા પર ભારે દબાણ છે.


તે શાળાના મુખ્ય શિક્ષક હતા, બીએલઓ નહીં: પત્નીનો વલોપાત

બીજી બાજુ, તેમની પત્ની, બબલી, એ પણ એસઆઈઆર પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. મીડિયા સાથે વાત કરતા, બબલી એ કહ્યું, "મારા પતિ શાળાના મુખ્ય શિક્ષક હતા, બીએલઓનહીં. તેમને પહેલા એસઆઈઆરનું કામ કેવી રીતે કરવું તેની તાલીમ આપવી જોઈતી હતી. તેમને 1,015 ફોર્મ આપવામાં આવ્યા હતા. તેમને કોઈ સપોર્ટ પણ મળ્યો ન હતો. તેઓ સવારના 2 વાગ્યા સુધી કામ કરતા. હું તેમની સાથે બેસીને તેમની સાથે કામ કરતી તેમ છતાં તેમના પર બહુ જ ભારણ રહેતું હતું .


સર્વેશ કુમાર ઝાહિદપુર ભગતપુર ટાંડા સ્થિત કમ્પોઝિટ સ્કૂલમાં શિક્ષક હતા. તેમને આ કાર્ય માટે બૂથ નંબર ૪૦૬ ના બીએલઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શનિવારે રાત્રે, તેઓ તેમના રૂમમાં ગયા અને સૂઈ ગયા. રવિવારે સવારે, તેમના પરિવારને તેમના રૂમમાં તેમનો મૃતદેહ ફાંસીથી લટકતો જોવા મળ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application