BREAKING NEWS

જામનગર : બીએલઓએ એસઆઇઆરની સ્વેચ્છાએ કામગીરી સંભાળી ૧૦૦ ટકા લક્ષ્યાંક પૂર્ણ કર્યો

  • December 05, 2025 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૬ અંતર્ગત હાઉસ ટુ હાઉસ ગણતરી ફોર્મ પરત લેવાની અને તેને ઓનલાઈન ડીજીટાઇઝડ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં જેમાં જામનગર જિલ્લામાં સમાવિષ્ટ ૮૦- જામજોધપુર વિધાનસભા મતવિભાગના ભાગ નં.૨ના ૨૧૫- ગીંગણીના બીએલઓ અજયભાઈ વરસાંકિયાએ અન્ય બીએલઓને સોંપવામાં આવેલ ચાર્જ પોતે સંભાળી તેમની કામગીરી ૧૦૦% પૂર્ણ કરી છે. તેઓએ માત્ર એક મતદારનું મેપિંગ કરવા માટે કર્નાટક રાજ્ય માંથી એક બીએલઓનો સંપર્ક કરી જામનગરમાં રહેતા મતદારની માતાનું નામ વર્ષ ૨૦૦૨ની યાદીમાં શોધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. તેમની આ સરાહનીય કામગીરીની પ્રસંશા કરી જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠકકર દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતાં. 


અજયભાઈ વરસાંકિયા જણાવે છે કે, હું બીએલઓ તરીકે ફરજ નિભાવુ છું. મારા ગામના એક શિક્ષિકાને બીએલઓનો ચાર્જ મળ્યો જોય પરંતુ તેમને નાનું બાળક હોવાથી તેમનો ચાર્જ મેં સ્વેચ્છાએ સ્વીકાર્યો હતો. મારે ગણતરી ફોર્મની કામગીરીમાં ૧૦૪૭ મતદારો હતાં જે ૧૦૦% ડિજિટાઇઝ થઈ ગયા છે. મેપિંગની કામગીરી દરમિયાન ત્રણ મતદારો મહારાષ્ટ્રના હતાં માટે મેં મહારાષ્ટ્રની મતદારયાદી ડાઉનલોડ કરી અને તેમને ઇપીઆઇસી નંબર પરથી જરૂરી માહિતી મેળવી લીધી હતી.
​​​​​​​

આ ઉપરાંત કર્ણાટકના એક મતદારનું મેપિંગ કરવા માટે મેં કર્ણાટકની મતદાર યાદી ડાઉનલોડ કરી પરંતુ તે કન્નડ ભાષા હોવાથી સમજણ ન પડી. ત્યારબાદ ઇ.સી.આઇ.ની વેબસાઇટ પર જઈ મતદારની માતાના ચૂંટણીકાર્ડની વિગતો મેળવી તેમના બીલઓનો સંપર્ક સાધ્યો. તેઓ કન્નડ ભાષા બોલતા હોય અને હિન્દી સમજતા ન હોવાથી અંગ્રેજીમાં તેમની સાથે સંવાદ કર્યો અને જામનગરમાં રહેતા મતદારની માતાનો વર્ષ ૨૦૦૨ની યાદીમાંથી નંબર મેળવી મેપિંગની કામગીરી મેં ૧૦૦% પૂર્ણ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application