ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અન્વયે હાલના સમયગાળામાં હાઉસ ટુ હાઉસ ગણતરી ફોર્મ પરત લેવાની અને તેને ઓનલાઈન ડીજીટાઇઝડ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી બુથ લેવલ ઓફિસર્સ મારફત કરવામાં આવે છે. બીએલઓને તેમના મતદાન મથકોના મતદારોની સંખ્યાને આધારે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં જણાવવામાં આવ્યું છે. જે બુથ લેવલ ઓફિસર્સ અને રૂટ સુપરવાઈઝર્સ દ્વારા ઉત્કૃષ્ટ અને વિશેષ કામગીરી કરવામાં આવી છે તેઓને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેતન ઠક્કરે સન્માનિત કરી તેમની સાથે સંવાદ કર્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારીએ બુથ લેવલ ઓફિસર્સને સોપવામાં આવેલ કામગીરી સુંદર રીતે પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં તથા જે બી.એલ.ઓ.એ વિશેષ તકનીક અને કયા પ્રકારે ઝડપથી કામગીરી પૂર્ણ કરી તે અંગેની જાણકારી અન્ય બુથ લેવલ ઓફિસર્સને આપી તેમની કામગીરીમાં સહયોગી થવા માટે જણાવ્યું હતું.
જામનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિભાગ પૈકી ૭૬-કાલાવડ માંથી રૂટ નં.૧૩ના સુપરવાઈઝર ભીખાભાઈ પીઠીયા તથા ૧૩૪-ડાંગરાના બી.એલ.ઓ. રોહિત બાંભવા, ૧૦૦-ધ્રોલ-૭ના બી.એલ.ઓ. ગુલામમદોયુદીન પઠાણ, ૧૯૯-કાલાવડ-૧૯ના બી.એલ.ઓ. સંજયકુમાર કામાણી, ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મતવિભાગ માંથી રૂટ નં.૭ ના સુપરવાઈઝર ડો.સુનિલ લોહિયા તથા ૨૪૬-ચંદ્રગઢના બી.એલ.ઓ. જીતેન્દ્ર ચોવટીયા, ૩૦-વાવડીના બી.એલ.ઓ. ભાવિક ડી.પટેલ, ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભા મતવિભાગના રૂટ નં.૧૬ના સુપરવાઈઝર કેતન ધોળકિયા તથા ૧૫૩-ગુલાબનગરના બી.એલ.ઓ. રમેશભાઈ બાબરિયા, ૧૫૧- ગુલાબનગરના બી.એલ.ઓ. મયુરભાઈ ખાણધર, ૭૯-જામનગર (દક્ષીણ) વિધાનસભા મતવિભાગ પૈકી રૂટ નં.૧૦ના સુપરવાઈઝર ભાવિક મેઘાણી તથા ૧૧૩-મહાલક્ષ્મી ચોકના બી.એલ.ઓ. બાદી ગુલામમહ્યુદીન, ૮૧-રણજીતરોડના બી.એલ.ઓ. રામચંદ્ર લાખાણી, ૮૦-જામજોધપુર વિધાનસભા મતવિભાગના રૂટ નં.૨૪ના સુપરવાઈઝર સી.જે.સુરેજા અને ૧૦૦-ગોદાવરીના બી.એલ.ઓ. નિર્મળાબેન મહેતા, ૨૧૫-ગીંગણી-૨ના બી.એલ.ઓ. વારસંકિયા અજયભાઈને જિલ્લા ચૂંટણી અધિકારી તથા મતદાર નોંધણી અધિકારીઓના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરી તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આદર્શ