માંગરોળની જનતાના જનાદેશ બાદ પ્રજાનો સંપૂર્ણ વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ ગયેલા ભાજપ(૧૫)અને કોંગ્રેસ(૧૫) સુધરાઈની સતા હસ્તગત કરવા બહત્પમતી નો જાદુઈ આક ૧૯ ને આંબવા આકાશ પાતાળ એક કરવા પ્રયત્નશીલ બન્યા છે આ વખતે એક જ અપક્ષ ચુટાતા કોંગ્રેસ માટે દર વખતની જેમ અપક્ષોને સાધીને બહત્પમતી મેળવવાનો રસ્તો બધં થઈ ગયો છે કોંગ્રેસ સાથે પોતાના ચુંટાયેલા ૧૫ સદસ્યો ઉપરાંત ગઠ્ઠબંધનના સાથી પક્ષ આમ આદમી પાર્ટીના વોર્ડનં ૪માંથી ચુંટાયેલા અલ કમર શેખ મેડમ ઉપરાંત આ ચુંટણીમાં પુષ વર્ગમાં સૌથી વધુ મત મેળવી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટાઈ આવેલા એડવોકેટ ઈરફાન કડ મળીને ૧૭ થાય છે સતા મેળવવા બે સભ્યો ખુટે છે ભાજપની પણ લગભગ આ જ સ્થિતી છે તેને સતામાં આવવા ચાર સભ્યો ધટે છે વોર્ડનં ૧ માથી આવેલી બસપાની આખી પેનલ ચુંટણી પરીણામ ના બીજા જ દિવસે ભાજપને ટેકો જાહેર કરતા દેખાયા બાદ પણ સ્થિતિ હજુ પ્રવાહી બનેલી જણાય છે અને પ્રમુખનું પદ મહિલા ઉમેદવાર માટે અનામત જાહેર થતાં સ્થિતિ બદલાઈ છે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની તારીખની જાહેરાત થાય ત્યાં સુધીમાં ધણા બદલાવ આવવાની સંભાવના છે ચુંટાયેલા સભ્યોના નામો દર બુધવારે પ્રસિદ્ધ થતા સરકારી ગેઝેટમા પ્રસિદ્ધ થયા બાદ પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી ની તારીખ જાહેર થતી હોય આવતા બુધવારે ગેઝેટ પ્રસિદ્ધિ થયા બાદ એકાદ અઠવાડિયામાં નવા પ્રમુખ –ઉપ પ્રમુખની ચૂંટણી યોજાવાની શકયતા જોતાં આ માટે હજુ દસેક દિવસ નિકળી જવાની સંભાવના છે અને આટલા દિવસો સુધી સભ્યો રેઢા રહેવાથી દરેક પક્ષના સભ્યોમાં ગમે તે ભાગતુટ થવાની શકયતા રહેતી હોય બધા પક્ષો ચિંતાતુર બન્યા છે તેવા સંજોગોમાં નવા પ્રમુખ માટે પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય મહિલા અનામત આવતા ભાગતુટની શકયતા વધી જવા પામી છે બસપા માં પણ બે મહિલાઓ ચુંટાઈ છે બંન્ને માટે પ્રમુખ બનવા તક છે બે સભ્યો સાથે સામે ના કોઈ પણ પક્ષ સાથે જવાથી પ્રમુખ પદ મેળવી શકે તેમ છે આ જ રીતે ભાજપમાં પણ મહિલા પ્રમુખ પદના મુદ્દે ભંગાણ થવાની એક શકયતા જોવાઈ રહી છે બસપા ના ચારેય ઉમેદવાર મુસ્લિમ હોય કોંગ્રેસ સો પ્રથમ બસપા ને સાથે લેવા મુસ્લિમ કાર્ડ ખેલી કોમી એકતાના નામે તેને સાથે લાવવા પ્રયત્ન શિલ બની છે ચુંટણી પરીણામો સમયે બસપા માં જે એકતા હતી તે પ્રમુખ પદ માટે મહિલા અનામત જાહેર થતાં ઢીલી પડી ગયેલી જણાય છે અને રાજકારણમાં સતા માટે ગમે તેવા સમાધાનો થતાં હોય છે સિદ્ધાન્ત કરતા તક મહત્વની હોય છે રાજકારણમાં કયારેય કોઈ કોઈનું કાયમી મિત્ર નથી હોતું અને કોઈ કોઈ નું કાયમી દુશ્મન નથી હોતું સામસામે લડતા ભાજપ અને કોંગ્રેસ સત્તા માટે ભુતકાળ માં સાથે આવી ને કોંગ્રેસના પ્રમુખ અને ભાજપના ઉપપ્રમુખ બનતા બધાએ જોયા છે બદલાયેલી સ્થિતીમાં બસપા ને જો એકજુટ રહેવું હશે તો ભાજપ(કેકોંગ્રેસ)ને ટેકો આપવાને બદલે કોઇ પણ પક્ષના સહકાર થી પોતાના પક્ષની મહિલા ઉમેદવાર ને પ્રમુખ પદે બેસાડવા ની નિતી પર ચાલશે તેવી સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech