શહેરમાં ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા: પુષ્પાંજલી

  • April 15, 2024 11:36 AM 

સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતની ભાજપની ટીમ અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિત કોંગીની ટીમ જોડાઇ


જામનગરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી રવિવારે કરવામાં આવી હતી, બૌઘ્ધ સમાજ દ્વારા એક વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી, જુના રેલ્વે સ્ટેશન પાસેથી શોભાયાત્રા નિકળી તીનબતી, બેડીગેઇટ, રણજીત રોડ, ચાંદીબજાર, સેન્ટ્રલ બેંક, હવાઇચોક, પંચેશ્ર્વર ટાવર, વિભાજી સ્કુલ થઇ લાલબંગલા ખાતે પહોંચીને વંદના સભામાં પરવર્તીત થઇ હતી, દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં, લાલબંગલા પાસે કોર્પોરેશનના પટાંગણમાં ડો.બાબા સાહેબની પ્રતિમાને ભાજપ, કોંગ્રેસ અને અન્ય મહાનુભાવોએ ફુલહાર કયર્િ હતાં, જેમાં ભાજપના અગ્રણીઓ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, સમાજના અગ્રણીઓ પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, સામતભાઇ પરમાર, માધુભાઇ પરમાર, બાબુભાઇ ચાવડા, ગોવિંદભાઇ રાઠોડ, ગીરીશભાઇ અમેથીયા, ગોપાલ સોરઠીયા, ડીમ્પલ રાવલ સહિતના અગ્રણીઓ તેમજ કોંગ્રેસના અગ્રણીઓ પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષી નેતા ધવલ નંદા, આનંદભાઇ રાઠોડ, આનંદભાઇ ગોહીલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application