બાબરા: બાબરા તાલુકામાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ઉપર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસે મોટાદેવળીયા ગામે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ, બાબરા પોલીસને મોટાદેવળીયા ગામની સીમમાં ખેતરની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે બાબરા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
પોલીસે સ્થળ પરથી જુગાર રમતા અને રમાડતા કુલ 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી અલગ-અલગ દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રૂ.17,050/- રોકડ રકમ તથા ગંજીપત્તાના પાના નંગ-52નો સેટ મળી આવ્યો હતો.
આ તમામ મુદ્દામાલ પોલીસે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓ
1. અવેશભાઈ સતારભાઈ ઘાંચી (ઉ.વ.50)
વ્યવસાય: મજૂરી, રહે. વાસાવડ, તા. ગોંડલ, જી. રાજકોટ.
2. જયરાજભાઈ ગભરૂભાઈ ધાધલ (ઉ.વ.35)
વ્યવસાય: ડ્રાઈવિંગ, રહે. ખીજડીયાકોટડા, તા. બાબરા, જી. અમરેલી.
3. પ્રવીણભાઈ કિશનભાઈ ગોંડલીયા (ઉ.વ.55)
વ્યવસાય: ડ્રાઈવિંગ, રહે. મોટાદેવળીયા, તા. બાબરા, જી. અમરેલી.
4. મહેશભાઈ શામજીભાઈ મકવાણા (ઉ.વ.32)
વ્યવસાય: હીરા ઘસવાનું કામ, રહે. મોટાદેવળીયા, તા. બાબરા, જી. અમરેલી.
5. ઉનડભાઈ લખુભાઈ બસીયા (ઉ.વ.62)
વ્યવસાય: ખેતી, રહે. નોધણવદર, તા. બાબરા, જી. અમરેલી.
6. મનુભાઈ ઓઘવજીભાઈ સાનેપરા (ઉ.વ.55)
વ્યવસાય: ખેતી, રહે. મોટાદેવળીયા, તા. બાબરા, જી. અમરેલી.
કુલ રૂ.17,050નો મુદ્દામાલ કબજે
બાબરા પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં રૂ.17,050/- રોકડ રકમ તથા ગંજીપત્તાના પાના નંગ-52 કબજે કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી આર.વી. અંસારી, અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત તથા લાઠી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી શ્રી વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ, બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.આર. પરમારની રાહબરીમાં કરવામાં આવી હતી.
કાર્યવાહીમાં આર્મ એ.એસ.આઈ. બી.એલ. પરમાર, અનામત હેડ કોન્સ્ટેબલ જે.એમ. ડાંગર, અનામત હેડ કોન્સ્ટેબલ વી.આર. ડાભી, પોલીસ કોન્સ્ટેબલ નિતિનભાઈ બાંભણીયા તથા પોલીસ કોન્સ્ટેબલ રવીભાઈ ડાંગર જોડાયા હતા.