BREAKING NEWS

ભરૂડી ટોલનાકેથી ૯૪ ગ્રામ નશાકારક ટેબ્લેટ સાથે પકડાયેલ વાપીના આરોપીના જામીન મંજુર

  • July 21, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકેથી શંકાસ્પદ નશાકારક ગણાતી પ્રતિબંધિત ટેબલેટના 27 ગ્રામ જથ્થા સાથે પકડાયેલા વાપીના શખસના જામીન સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

આ અંગેની હકીકત મુજબ, તા.૧૪/૦૫/૨૦૨૬ના રોજ રાજકોટ એસ.ઓ.જી. શાખા દ્વારા બાતમીના આધારે ગોંડલ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે આવેલ નિલકંઠ કોમ્પ્લેક્ષના આગળના ભાગે જાહેર રોડ ઉપર ફોર્ચ્યુનર કાર નં. 06- DQ-1566માં કિરણ ચિમનભાઈ પટેલને તેની કારમાં નશાકારક ટેબ્લેટની ૧૫ સ્ટ્રિપ અને શરાબની ૫૧ બોટલ સાથે ઝડપી લેવાયો હતો. જે સ્ટ્રિપ અંગે પુછતા આરોપી પાસે કોઈ લાઈસન્સ કે પરમિટ ન હોય કે ડોકટરનું લખાણ ન હોય જેથી તપાસનીશ અધિકારી દ્વારા નશાકારક ટેબ્લેટ તેમજ ૫૧ નંગ દારૂની બોટલો તેમજ ફોર્ચ્યુનર કાર વગેરે 7.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધ ગોંડલ તાલુકા પો.સ્ટે.માં એનડીપીએસ એકટ-૮ (સી), ૨૧ (બી), ૨૯ મુજબ તેમજ પ્રોહિબિશનનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ધોરણસરની કાર્યવાહી બાદ જેલહવાલે થયો હતો. ત્યારબાદ આરોપી દ્વારા રેગ્યુલર જામીન ઉપર છોડવા સેશન્સ અદાલતમાં જામીન અરજી કરવામાં આવી હતી. સદરહું અરજી સુનાવણી ઉપર આવતા બચાવપક્ષે રોકાયેલ એડવોકેટ વિજયરાજસિંહ સુધીરસિંહ જાડેજા દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ કે, કબ્જે કરેલ કહેવાતો માદક પદાર્થ એન.ડી.પી.એસ. ચાર્ટ જોતા ઈન્ટરમીડીયેટ કવોન્ટિટીમાં આવે છે. તેથી એન.ડી.પી.એસ. એકટની કલમ-૩૭નો બાધ નડતો નથી, તેમજ હાલ તપાસ પૂર્ણ થઈ ગયેલ છે. આરોપી વિરુધ્ધ અગાઉ આવા કોઈ એન.ડી.પી.એસ.ના ગુના નોંધાયેલ નથી. અટક કરતી વખતે પોલીસ દ્વારા ગ્રાઉન્ડ્સ ઓફ એરેસ્ટ અને રીઝન્સ ઓફ એરેસ્ટ આપવામાં આવેલ નથી. જેથી કસ્ટડી ઇલીગલ ગણાય, જે અંગેના ઉચ્ચ અદાલતના માર્ગદર્શક ચુકાદાઓ ઉપર ધ્યાન દોરતા સેશન્સ કોર્ટ દ્વારા બચાવપક્ષની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને શરતી જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં આરોપી વતી ગોંડલના એડવોકેટ વિજયરાજસિંહ સુધીરસિંહ જાડેજા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application