વિશ્વની સૌથી મોટી રિફાઈનરી અરામકો પર હુમલોથીઓનો બેલિસ્ટિક મિસાઇલ હુમલો
વિશ્વની સૌથી મોટી રિફાઈનરી અરામકો પર હુમલોથીઓનો બેલિસ્ટિક મિસાઇલ હુમલો
October 14, 2026 01:05 PM
યમનના ઈરાન સમર્થિત હતી બળવાખોરો અને સાઉદી અરબ વચ્ચેનો સંઘર્ષ વધુ ખતરનાક તબક્કે પહોંચ્યો છે. સાઉદી અરબના પૂર્વીય શહેર ધહરાનમાં વિશ્વની સૌથી મોટી તેલ કંપનીઓમાં સામેલ સાઉદી અરામકોના વહીવટી સંકુલને બેલિસ્ટિક મિસાઇલથી નિશાન બનાવવામાં આવ્યું છે. હત્પમલા બાદ ઇમારતમાં આગ લાગી હતી અને ઓફિસ બિલ્ડિંગના ઉપરના ત્રણ માળને નુકસાન થયું હતું. સાઉદી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અરામકોનું ધહરાન સંકુલ કંપનીના મહત્વના ઓપરેશનલ કેન્દ્રોમાંનું એક છે.સાઉદી અરામકો દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. કંપનીના નેટવર્કમાં તેલ કૂવા, પાઇપલાઇન, રિફાઇનરી અને નિકાસ ટર્મિનલનો સમાવેશ થાય છે. તેથી અરામકોના સંકુલ પર સીધો મિસાઇલ હત્પમલો માત્ર સુરક્ષા જ નહીં, વિશ્વના ઊર્જા બજાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. સાઉદી નેતૃત્વવાળા ગઠબંધને જણાવ્યું છે કે ધહરાન ઉપર એક મિસાઇલને હવામાં જ અટકાવવામાં આવી હતી અને તેના ટુકડા રહેણાક વિસ્તારમાં પડા હતા. રિયાધ અને દક્ષિણ સાઉદીમાં પણ મિસાઇલ તથા ડ્રોન અટકાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા એક સાહથી હતી જૂથ સાઉદી અરબના મહત્વના ઠેકાણાંને નિશાન બનાવી રહ્યું છે. રિયાધ એરપોર્ટ પણ હત્પમલાનો ભોગ બની ચૂકયો છે. સાઉદી સરકારે હતીઓને ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી. બીજી તરફ હતી પ્રવકતા યાહ્યા સરીએ ધહરાનના અરામકો સંકુલ અને રિયાધની રિફાઇનરીને સંભવિત નિશાન તરીકે અગાઉથી જ જાહેર કર્યા હતા. આ સતત હત્પમલાઓને કારણે સાઉદીમાં હવાઈ સુરક્ષા અને મહત્વના ઊર્જા સ્થાપનોની સલામતી અંગે ચિંતા વધી છે.