BREAKING NEWS

તુક્કલ અને ચાઇનીઝ દોરીના ઉપયોગ અને વેચાણની મનાઇ

  • October 09, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મકરસંક્રાંતિના પર્વ દરમિયાન ચાઈનીઝ તુકકલ, ચાઈનીઝ દોરાના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. સાથોસાથ ધાર્મિક લાગણી દુભાઈ તેવા ઉશ્કેરણીજનક લખાણોવાળી પતંગ ઉડાવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર બજેટકુમાર જા દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા જણાવ્યા મુજબ કોઇપણ વ્યકિતએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ રસ્તા / ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ, પતંગ ચગાવવા માટે વપરાતી નાયલોન દોરી કે જે નાયલોન, સેન્થટીક મટીરીયલ, કે સેન્થટીક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન-બાયોગ્રેડીબલ હોય તે ચાઇનીઝ દોરી મેળવવા. સંગ્રહ કરવા, વેચાણ કરવા, અને તેનાથી પતંગ ચગાવવાના ઉપયોગ કરવા પર.તેમજ પતંગ ઉડાડવાથી કપાયેલ પતંગ-દોરી પકડવા પર, કોઇ પણ પ્રકારના સેન્થટીક પ્રકારના દોરા, સુતરાઉ દોરા કે બીજા કોઇ પણ પ્રકારના દોરા લોખંડનો પાઉડર અથવા કાચનો ભુકો/પાઉડર કે અન્ય કોઇ પણ નુકશાનકારક પદાર્થ ચઢાવવામાં આવી તૈયાર કરવામાં આવેલ હોય તેવા દોરા મેળવવા, સેન્થટીક મટીરીયલ કોટીંગ થ્રેડ ખરીદવા, સંગ્રહ કરવા, વેચાણ કરવા, તેનો ઉપયોગ કરવા, ઉત્પાદન કરવા, કે તેનાથી પતંગ ચગાવવા-ઉડાવવા માટે તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ સિવાય ઓનલાઇન પ્લેટફોર્મ મારફત વેચાતા ચાઇનીઝ માંઝા-પ્લાસ્ટિક દોરી, ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ-ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ) વેચવા પર, દરેક સામાવાળોએ સેન્થટીક માંઝા/નાયલોન દોરી અથવા તેના જેવા સેન્થટીક કોટેડ દોરાની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સવારના કલાક ૬ થી ૮ તથા સાંજના ૬ થી ૮ ના ગાળા દરમ્યાન પક્ષીઓ તેમના માળામાથી બહાર તથા પરત માળામાં આવવાનો સમય હોવાથી તે દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ તથા ઇજાગ્રસ્ત થાય છે. તેથી તે સમયગાળા દરમ્યાન પતંગ ઉડાવવા પર પ્રતિબંધ.

ચાઇનીઝ તુક્કલ ઉડાવવા, ખરીદવા, આયાત કરવા, વેચાણ કરવા, કબજા કરવા, સંગ્રહ કરવા પર, આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં ધાર્મિક લાગણી દુભાય તેવા ગીત કે સંગીત વગાડવા ઉપર કે ભાષણો કે પ્રવચનો કરવા ઉપર તથા આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેરનામનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application