BREAKING NEWS

બાંગ્લાદેશના પીએમ રહેમાનની ભારત મુલાકાત હજુ અનિશ્ચિત જ

  • August 22, 2026 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાંગ્લાદેશના પીએમ તારિક રહેમાન ભારતની મુલાકાત લેશે કે નહીં તે અંગે હજુ પણ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે.રાષ્ટ્ર્રપતિ ભવન દ્રારા બાંગ્લાદેશના વડા પ્રધાન તારિક રહેમાનના ઔપચારિક સ્વાગત માટે સંપૂર્ણ રિહર્સલ માટે શનિવારે યોજાનાર ગાર્ડ ચેન્જિંગ સમારોહ રદ કરવાની જાહેરાત કરવામાં આવતા બન્ને દેશો વચ્ચે હજુ બધું સામાન્ય નથી એવું ફલિત થઈ રહ્યું છે.જેના કારણે આ હાઇ–પ્રોફાઇલ મુલાકાતની સ્થિતિ અંગે મૂંઝવણ ઊભી થઈ હતી.આ જાહેરાત પાછી ખેંચવાથી ૧૨–૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાનાર બ્રિકસ સમિટ પહેલા નવી દિલ્હી અને ઢાકા વચ્ચે તણાવ ફરી શ થયો છે. રાષ્ટ્ર્રપતિએ તેમની નવી પ્રેસ રિલીઝમાં શું કહ્યું
રાષ્ટ્ર્રપતિ ભવને એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ગાર્ડ ચેન્જિંગ સમારોહ શનિવાર, ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ યોજાશે નહીં. આ સંદર્ભમાં જારી કરાયેલ એક પ્રેસ રિલીઝ પાછી ખેંચી લેવામાં આવી છે.અગાઉના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશી વડા પ્રધાન રહેમાનના ઔપચારિક સ્વાગત માટે સંપૂર્ણ રિહર્સલને કારણે ૨૨ ઓગસ્ટના રોજ રાષ્ટ્ર્રપતિ ભવનમાં યોજાનારા ગાર્ડ એકસચેન્જ સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં. આના કારણે એવી અટકળો શ થઈ હતી કે રહેમાન ભારતની મુલાકાત લેશે, પરંતુ એક કલાક પછી પ્રેસ રિલીઝ પાછી ખેંચી લેવામાં આવી હતી.બાંગ્લાદેશની શેખ હસીનાના પ્રત્યાર્પણની જીદ
ઢાકા એવો દાવો કરી રહ્યું છે કે બાંગ્લાદેશી વડા પ્રધાનની સમગ્ર મુલાકાત અનુકૂળ વાતાવરણમાં થશે. આનો અર્થ એ થયો કે બાંગ્લાદેશ સતત ભારતથી શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે. હસીના હાલમાં ભારતમાં રહે છે. તાજેતરમાં, તેમણે એક ખાનગી મીડિયા સંગઠનના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને એક ભાષણ આપ્યું હતું, જેનો બાંગ્લાદેશે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ ભારતે કહ્યું હતું કે ભારત સરકારનો આ કાર્યક્રમ સાથે કોઈ સંબધં નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application