BREAKING NEWS

26 સપ્ટેમ્બરથી પાંચ દિવસ બેંકો બંધ રહેશે, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સનું હડતાલનું એલાન

  • September 21, 2026 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ બેંકો માટે પાંચ દિવસનું સપ્તાહ લાગુ કરવા સહિતની અનેક માંગણી કરી રહ્યું છે અને તેના અનુસંધાને 28મીથી ત્રણ દિવસ બેંક હડતાળનું એલાન અપાતા એવું બનશે કે 26 સપ્ટેમ્બરથી જ બેંકો માટે 5 દિવસીય મીની વેકેશન થઈ જશે. આથી રોકડ કે બેન્કના વ્યવહારો ખોરવાઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી સમયમાં નવરાત્રી અને દિવાળી જેવા મહત્વપૂર્ણ તહેવારો આવી રહ્યા છે ત્યારે તહેવારો પહેલા ખરીદી અને વ્યવસાય માટે પૈસાની જરૂરિયાત વધવાની ધારણા છે, પરંતુ તે દરમિયાન, બેંકો પાંચ દિવસ બંધ રહેશે. 26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી બેંક શાખાઓ બંધ રહેશે.અહી જણાવી દઈએ કે 26 સપ્ટેમ્બર ચોથો શનિવાર છે, અને 27 સપ્ટેમ્બર રવિવારની રજા છે. આ પછી, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા 28, 29 અને 30 સપ્ટેમ્બરે ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. સતત પાંચ દિવસ શાખાઓ બંધ રહેવાથી જનતા અને વ્યવસાયો બંને માટે મુશ્કેલીઓ વધી શકે છે.

ચેક ક્લિયરન્સમાં વિલંબથી વ્યવસાયોની કાર્યકારી મૂડી પર પણ અસર થવાની શક્યતા છે. જોકે, યુપીઆઈ, મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ રહેશે. દરમિયાન, રોકડની માંગમાં વધારો એટીએમ પર દબાણ પણ વધારી શકે છે.યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ પાંચ દિવસની બેંકિંગ લાગુ કરવાની માંગ કરી રહ્યું છે. સંગઠનના જણાવ્યા અનુસાર, 12મા દ્વિપક્ષીય કરાર હેઠળ કામકાજના કલાકો દરરોજ 40 મિનિટ વધારવા માટે આરબીઆઈ દ્વારા કરાર છતાં, આ મામલો લગભગ બે વર્ષથી કેન્દ્ર સરકારના સ્તરે પેન્ડિંગ છે. જો માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો તેમણે 26 ઓક્ટોબરથી અનિશ્ચિત હડતાળની ધમકી આપી છે.

એસબીઆઈએ ખાસ એડવાઈઝરી જારી કરી

પ્રસ્તાવિત ત્રણ દિવસીય દેશવ્યાપી બેંક હડતાળને ધ્યાનમાં રાખીને, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના લાખો ગ્રાહકો માટે સલાહકારી જારી કરી છે.બેંકે ચેતવણી આપી છે કે કોઈપણ કાર્ય જેમાં બેંક શાખાની મુલાકાત લેવાની અથવા કર્મચારીઓની સીધી સહાયની જરૂર હોય તે હડતાળ શરૂ થાય તે પહેલાં પૂર્ણ કરવું જોઈએ.બેન્કે ગ્રાહકોને હડતાળના સમયગાળા દરમિયાન કોઈપણ અસુવિધા ટાળવા માટે વૈકલ્પિક માધ્યમોનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. તેમની રોકડ જરૂરિયાતો પૂરી કરવા માટે નજીકનાએટીએમ .ઓટોમેટેડ ડિપોઝિટ અને ઉપાડ મશીનો અને ગ્રાહક સેવા કેન્દ્રો નો ઉપયોગ કરવા સલાહ આપી છે. રોજિંદા વ્યવહારો, બિલ ચુકવણીઓ અને નાણાં ટ્રાન્સફર માટે યોનો એપ્લિકેશન, ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application