બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના લીગલ એજયુકેશન રૂલ્સને આધારે લો-કોલેજોએ તેના એફીલીએશન તથા એપ્રુવલ માટે ભરવાની થતી ફી ભરેલ ન હોવાને કારણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તમામ સ્ટેટ બાર કાઉન્સિલને આવી નોન-એફીલીએશન કે નોન-એપ્રુવલ વાળી લો-કોલેજોના વિધાર્થીઓની સનદની નોંધણી નહિ કરવા સુચન કરેલ. જે બાબતે નોન-એફીલીએશન કે નોન-એપ્રુવલ લો-કોલેજના વિધાર્થીઓએ ગુજરાત હાઇકોર્ટમાં રીટપીટીશન દાખલ કરીને તેઓને ઓલ ઇન્ડિયા બાર એકઝામીનેશનમાં બેસવા દેવા મંજુરી આપવા માટે દાદ માંગેલ હતી.
આવી તમામ રીટપીટશનોમા ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તિ અનિરૂધ્ધ પી. માયીએ તા. ૨૧/૧૦/૨૦૨૪ના રોજ હુકમ કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ગ્રાન્ટ-ઇન-એઇડ નોન-એફીલીએશન કે નોન- એપ્રુવલ લો-કોલેજના તમામ વિધાર્થીઓ કે જેઓએ સનદ મેળવવા માટેના ફોર્મ ભરેલા છે તેમને પ્રોવીઝનલ એનરોલમેન્ટ મંજુર કરવા વચગાળાનો આદેશ કરેલ છે.
ગુજરાત હાઈકોર્ટના હુકમ અનુસંધાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ, એનરોલમેન્ટ કમિટીના ચેરમેન મનોજ એમ. અનડકટ તથા સભ્યો કીશોરકુમાર આર.દ્વિવેદી અને હિતેશ જે. પટેલે એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ છે કે ગુજરાત હાઈકોર્ટના હુકમને આધિન રહીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એનરોલમેન્ટ કમિટી યુધ્ધના ધોરણે કાર્યરત રહી અંદાજે ૫,000 થી 1,000 અરજદારોને પ્રોવીઝનલ એનરોલમેન્ટ મંજુર કરશે જેથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સનદ મેળવવા માટે અરજી કરી હોય તેવા તમામ અરજદારો કે જેમની લો-કોલેજો એફીલીએશન કે એપ્રુવલ ન હોય તો પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ઓલ ઇન્ડિયા બાર એકઝામ આપી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech