ગુજરાતમાં ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તારો જળમ બન્યા છે. રાયના ૨૧૩થી વધુ તાલુકાઓમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં અને આકાશી આફત જેવો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ થયું હોય તેવા ચોંકાવનારા આંકડાસામે આવ્યા છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં ૨૪ કલાક દરમિયાન આભ ફાટું હોય તેમ રેકોર્ડબ્રેક ૯૦૬ મીમી (૩૫.૬૭ ઈંચ) વરસાદ ખાબકયો છે. તેમાં પણ મોડી રાત્રે ૧૨ થી ૬ વાગ્યાના સમયગાળા દરમિયાન જ ૪૩૩ મીમી જેટલો ભારે વરસાદ પડતાં સમગ્ર ઉમરગામ પંથક બેટમાં ફેરવાઈ ગયો હતો. યારે આજે સવારે છથી આઠ વાગ્યા સુધીમાં વધુ ૭.૨૦ ઈંચ વરસાદ ખાબકતા આઠ કલાકમાં ૧૫ ઈંચ અને છેલ્લા ૨૬ કલાકમાં ૪૨.૮૭ ઈંચ વરસાદ ખાબકી ચૂકયો છે.
આ ઉપરાંત કપરાડામાં ૭૩૧ મીમી (૨૮.૭૮ ઈંચ), નાનાપોંઢામાં ૬૪૩ મીમી (૨૫.૩૧ ઈંચ), ધરમપુરમાં ૪૯૯ મીમી (૧૯.૬૫ ઈંચ), પારડીમાં ૪૪૮ મીમી (૧૭.૬૪ ઈંચ), વાપીમાં ૪૧૩ મીમી (૧૬.૨૬ ઈંચ) અને વલસાડ શહેરમાં ૪૦૩ મીમી (૧૫.૮૭ ઈંચ) અનરાધાર વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી અને ડાંગ જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદથી નદી–નાળાં છલકાયા છે. નવસારીના વાંસદા તાલુકામાં ૪૩૫ મીમી (૧૭.૧૩ ઈંચ) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ખેડામાં ૩૫૮ મીમી (૧૪.૦૯ ઈંચ), ચીખલીમાં ૨૦૧ મીમી અને ગણદેવીમાં ૧૯૬ મીમી વરસાદ પડો છે.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ૩૭૮ મીમી (૧૪.૮૮ ઈંચ) વરસાદ નોંધાયો છે. વાલોડમાં ૨૫૬ મીમી, વ્યારામાં ૨૪૧ મીમી અને સોનગઢમાં ૧૯૦ મીમી વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ડાંગ જિલ્લાના વાઘઈ તાલુકામાં ૩૬૯ મીમી (૧૪.૫૩ ઈંચ) અને ધ ડાંગ્સમાં ૧૫૮ મીમી વરસાદ નોંધાયો છે, જેના કારણે પહાડી નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
સુરત જિલ્લાના ઉમરપાડામાં મોડી રાત્રે ભારે વરસાદ સાથે ૨૪ કલાકમાં ૨૫૦ મીમી (૯.૮૪ ઈંચ) વરસાદ નોંધાયો છે. પલસાણામાં ૨૦૯ મીમી, બારડોલીમાં ૧૭૫ મીમી, ઓલપાડમાં ૧૫૪ મીમી અને સુરત શહેરમાં ૧૨૮ મીમી (૫.૦૪ ઈંચ) વરસાદ પડો છે.
મધ્ય ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદમાં ૧૦૬ મીમી (૪.૧૭ ઈંચ) અને દેડિયાપાડામાં ૯૪ મીમી વરસાદ નોંધાયો છે. મહીસાગરના કોઠંબામાં ૯૩ મીમી અને કડાણામાં ૮૮ મીમી વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર્રમાં બોટાદમાં ૪૪ મીમી, મોરબીમાં ૪૩ મીમી, મેંદરડા (જૂનાગઢ)માં ૩૭ મીમી અને જામજોધપુરમાં ૨૫ મીમી વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદના કારણે વહીવટી તત્રં અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટરો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદી કિનારે ન જવાની તત્રં દ્રારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application