ગુજરાતના દરિયાકાંઠે ફરવાના શોખીનો અને ખાસ કરીને દ્વારકા જતા પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો અને પ્રવાસીઓમાં અત્યંત લોકપ્રિય એવો શિવરાજપુર બીચ હવે થોડા સમય માટે સ્વિમિંગના શોખીનો માટે બંધ રહેશે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જગપ્રસિદ્ધ શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓની સુરક્ષા અને દરિયાના બદલાતા મિજાજને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (Additional District Magistrate) દ્વારા એક સત્તાવાર જાહેરનામું બહાર પાડીને શિવરાજપુર બીચના ચોક્કસ વિસ્તારોમાં નાહવા તેમજ સ્વિમિંગ કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
કયો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો?
તંત્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ બીચના આ ચોક્કસ સીમાડામાં દરિયામાં ઉતરવાની મનાઈ રહેશે. પ્રતિબંધિત ઝોનની વાત કરીએ તો લાઈટ હાઉસ સર્વે નંબર ૫૮થી લઈને શિવરાજપુર ખાડી-૨ ના છેડા સુધીનો સમગ્ર દરિયાઈ વિસ્તારનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, આ સરકારી જાહેરનામું આગામી ૩૦ જુલાઈ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application