BREAKING NEWS

જામનગર : સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સમુહ યજ્ઞોપવિત 3માં ૪૮ બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી

  • January 28, 2026 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગમી શૈક્ષણિક ક્ષત્રમાં સર્વ જ્ઞાતિના વિધાર્થીઓ માટે ૧ લાખ ફૂલ્સકેપ ચોપડનું વિતરણ કરાશે 

આગામી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે " પરશુરામ એવોર્ડ ૨"  અને જામનગર ઈતિહાસમાં પ્રથમ વખત "પરશુ દીક્ષા " નું આયોજન યોજાશે


સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા ફકત સમસ્ત બ્રહ્મસમાજના બટુકો માટે નિઃશુલ્ક યજ્ઞોપવિત-૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૮ બટુકોને નિઃશુલ્ક યજ્ઞોપવિત આપવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમ રંગેચંગે યોજાયો હતો, સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થીત રહ્યા.

આ સમુહ યજ્ઞોપવિતમાં તા.૨૨ જાન્યુઆરીના રોજ મંડપ મુહર્ત, ગણેશ પુજન, મામેરા, પીઠી, દાંડિયારાસ તથા રાત્રિ ભોજન તથા તારીખ ૨૩ જાન્યુઆરીના રોજ ગણેશ પુજન, યજ્ઞ ,યજ્ઞોપવિત સંસ્કારની સંપૂર્ણ વિધિ, કાશીયાત્રા તેમજ પ્રોસેસન તથા  સવારે નાસ્તો અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ સમુહ યજ્ઞોપવિતમાં જામનગર સહિત ગુજરાતના વિવિધ શહેરો માંથી મળી કુલ ૪૮ બટુકોને હિન્દુ સંસ્કૃતિ મુજબ વૈદીક વિધિવિધાનથી યજ્ઞપવિત ધારણ કરવામાં આવી હતી.


આ તકે સંતો મહંતો સહિત દાતા પરિવારના શિવસાગરભાઈ શર્મા , ડૉ. પુજાબેન શર્મા, શહેર ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, લોહાણા અગ્રણી મિતેષભાઈ લાલ, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોશી, ભાજપ જીલ્લા મહિલા પ્રભારી ફાલ્ગુનીબેન વ્યાસ, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતિયા અને ડિમ્પલબેન રાવલ, કુસુમબેન પંડ્યા, મોનિકાબેન વ્યાસ, પરાગભાઇ પટેલ, હર્ષદ ભાઈ વ્યાસ, રાજુભાઈ મહાદેવ, હિતેનભાઈ ભટ્ટ, અશોકભાઈ જોષી, ડૉ.જોગીનભાઈ જોષી, સુનિલભાઈ ખેતિયા, જાનીદાદા, મિતેષભાઈ મહેતા,સિનીયર પત્રકાર હિરેન ત્રિવેદી , જયેશભાઈ રૂપારેલિયા, દિવ્યેશભાઈ વાયડા , જયંતભાઈ જોષી, શશીભાઈ પુંજાણી, ભરતભાઈ કાનાબાર, સહિત બ્રહ્મસમાજના આગેવાનો, રાજકિય આગેવાનો તેમજ વિવિધ સંસ્થા, જ્ઞાતિના આગેવાનો તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી આયોજક ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.


આ કાર્યક્રમ દરમિયાન આગામી કાર્યક્રમની સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કેતન ભટ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નવા શૈક્ષણિક સત્રમાં સર્વના જ્ઞાતિના વિધાર્થીઓ માટે રાહત દરે એક લાખ ચોપડાનું વિતરણ કરવામાં આવશે તથા આગામી ૧૨/૦૨/૨૦૨૭ના રોજ નિઃશુલ્ક સમુહ યજ્ઞોપવિત -૪ના આયોજનની પણ જાહેરાત કરવામાં આવી અને આગામી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરશુરામ એવોર્ડ -2026 તથા જામનગરના સૌપ્રથમ વખત પરશુ દીક્ષા નું ભવ્ય સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવશે.


નિઃશુલ્ક સમુહ યજ્ઞોપવિત-૩ ને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કેતન ભટ્ટ, ટ્રસ્ટી સુનિલ જોષી, જયદિપ રાવલ, સિમિત રાવલ, મહેશ રાવલ, શહેર પ્રમુખ કિરીટ ઠાકર, યુવાપ્રમુખ વિરલ ત્રિવેદી, રાજેશ ઠાકર,સમીર જોષી, કમલેશભાઈ ભટ્ટ, શૈલેષભાઈ મોઢા,જીતેન્દ્ર જોષી, કપિલ રાવલ, કેતન જોષી, પ્રણવ રાવલ, નીરવ મહેતા, રાજુ વ્યાસ, જાંમ્બાલી રાવલ, વિમલ મહેતા, જીતેશભાઈ વ્યાસ, કનુભાઈ રાજ્યગુરુ, બીપીનભાઇ દવે, કમલેશ પંડ્યા, શ્રેયસ જોષી, જીલ્લા મહિલા પ્રમુખ અર્ચના  જોષી,શહેર મહિલા પ્રમુખ મનીષા જોષી, હિના ઠાકર, ધરતી વ્યાસ, જાન્હવી શુકલ, રક્ષા ભટ્ટ, નીતા મહેતા, વિધા મહેતા, બીના દવે , જીગ્ના વ્યાસ, જયેષ્ઠા જોષી, દીપાલી રાવલ, જીગ્ના ઠાકર, ભગવતી ત્રિવેદી, સહિત  સમગ્રટીમના સભ્યો દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application