આજના ડિજિટલ યુગમાં નવો સ્માર્ટફોન ખરીદવો કે જૂનો ફોન એક્સચેન્જ કરવો સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ ઉતાવળમાં જૂનો હેન્ડસેટ વેચતી વખતે નાની સરખી બેદરકારી પણ તમને સાયબર ક્રાઈમનો ભોગ બનાવી શકે છે.
બેંક એકાઉન્ટનવો સ્માર્ટફોન લીધા પછી જૂનો ફોન ઓનલાઈન વેચવો કે એક્સચેન્જમાં આપવો ખૂબ જ આસાન છે, પણ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ આ બાબતે ગંભીર ચેતવણી આપી રહ્યા છે. આપણા જૂના ફોનમાં પર્સનલ ફોટા, વીડિયો, પ્રાઈવેટ મેસેજ અને બેંકિંગ એપ્સની ગુપ્ત વિગતો સંગ્રહિત હોય છે. જો આ ડેટાને યોગ્ય રીતે ડિલીટ કરવામાં ન આવે, તો તે સીધો હેકર્સ કે ગુનેગારોના હાથમાં પહોંચી શકે છે.
માત્ર એપ ડિલીટ કરવી પૂરતી નથી
સોશિયલ મીડિયા અને ગુગલ એકાઉન્ટ રીમુવ કરો
મોટાભાગના લોકો ફોન વેચતી વખતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુપીઆઈ (UPI) એપ્સને માત્ર સ્ક્રીન પરથી અનઇન્સ્ટોલ કરી દે છે, જે સૌથી મોટી ભૂલ છે.
એકાઉન્ટ લોગ આઉટ કરો
ફોનમાંથી તમારા તમામ ગુગલ એકાઉન્ટ (Gmail), ક્લાઉડ સ્ટોરેજ અને સોશિયલ મીડિયા પ્રોફાઈલને મેન્યુઅલી લોગ આઉટ કરીને રીમુવ કરવા જરૂરી છે.
ઓટો-ફિલ ડેટા સાફ કરો
બ્રાઉઝરમાં સેવ કરેલા પાસવર્ડ અને ઓટો-ફિલ બેંકિંગ વિગતો પણ મેમરીમાંથી હટાવી દેવી જોઈએ. જો આમ ન કરવામાં આવે તો નવો ખરીદનાર તમારી અંગત ઇમેઇલ અને અંગત ફોટાઓ સુધી સરળતાથી પહોંચી શકે છે.
ડેટા લીક રોકવાનો અચૂક ઈલાજ
ફેક્ટરી રીસેટ અને ટ્રેકિંગ સિક્યોરિટી
મેમરી કાર્ડ અને વોટ્સએપ ચેટ્સનું બેકઅપ સ્માર્ટફોન બીજાને સોંપતા પહેલાં તેમાં રહેલું એસડી કાર્ડ અને સિમ કાર્ડ કાઢવાનું ક્યારેય ભૂલવું જોઈએ નહીં. મેમરી કાર્ડમાં તમારા મહત્વના ડોક્યુમેન્ટ્સ હોઈ શકે છે. આ ઉપરાંત, વોટ્સએપ ચેટ્સ અને તેના લોકલ બેકઅપ ફોલ્ડરને નવી સુરક્ષિત જગ્યાએ ટ્રાન્સફર કરી લો, જેથી ચેટ હિસ્ટ્રીનો કોઈ ખોટો ઉપયોગ ન કરી શકે.
'ફેક્ટરી રીસેટ' એ જ અંતિમ હથિયાર ફોનમાંથી તમામ વિગતો કાયમ માટે ભૂંસી નાખવા માટે ઉપકરણને "Factory Reset" કરવું અનિવાર્ય છે.આ પ્રક્રિયાથી સિસ્ટમની બધી સેટિંગ્સ, ફાઇલો અને ડાઉનલોડ કરેલો ડેટા સંપૂર્ણ સાફ થઈ જાય છે અને ફોન જેવો કંપનીમાંથી આવ્યો હતો તેવો બ્લેન્ક બની જાય છે.રીસેટ કરતા પહેલાં ફોનની ટ્રેકિંગ સિસ્ટમ જેમ કે "Find My Device" ને પણ અચૂક ડિસેબલ (બંધ) કરી દેવી જોઈએ.
સાયબર સેલનો અહેવાલ
એક આંકડા મુજબ, ડિજિટલ ફ્રોડ અને બ્લેકમેલિંગના ઘણા કિસ્સાઓ માત્ર એટલા માટે બને છે કારણ કે લોકો પોતાના ડિવાઇસને પૂરેપૂરું ક્લીન કર્યા વિના જ બજારમાં વેચી દે છે. માત્ર થોડી મિનિટો ફાળવીને આ સ્ટેપ્સ ફોલો કરવાથી ઓનલાઈન છેતરપિંડીથી સંપૂર્ણ બચી શકાય છે