અમરેલીના રાજસ્થળી ગામે નિર્દયતાની હદ વટાવાઈ હતી, દોઢ વર્ષના માસુમ પૌત્રને દાદીએ ઢીકા અને લાફા મારી શરીરે આડેધડ બચકા ભરી મોત નિપજાવ્યાથી ચકચાર મચી છે. પોલીસે નિુર દાદીને સંકજામાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રા વિગત મુજબ અમરેલી તાલુકાના રાજસ્થળી ગામે રહેતા હત્પસેનભાઇ સૈયદ તેમના પત્ની કુલસનબેન પુત્ર રફિકભાઇ ઉપરાંત પુત્રવધૂ અને પૌત્ર–પૌત્રી સહિતનો પરિવાર રહે છે. ગત રાત્રે પુત્ર–પુત્રવધૂ એક મમાં સુતા હતા અને બન્ને સંતાનો દાદી કુલસનબેન સાથે બીજા મમાં સુતા હતા. યારે ઘરનાં મોભી હત્પસેનભાઇ કપાસની ખરીદી કરવા માટે બહારગામ ગયા હતા. જે સવારે ઘરે આવ્યા ત્યારે દાદી કુલસનબેન સાથે મમાં સુતેલો એક વર્ષને બે મહિનાનો પૌત્ર અલી રજાક ઘોડીયા નીચે ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા હત્પસેનભાઈએ પરિવારને જગાડા અને તાકીદે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આક્રદં સર્જાયો હતો. બનાવ અંગે અમરેલી રલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી અને બાળકના શરીરે ઇજાના નિશાન જોતા પોલીસે શંકાના આધારે પરિવારજનોની ઐંડાણ પૂર્વકની પુછપરછ હાથ ધરી હતી. પરંતુ કોઈ જવાબ ન મળતા મોતનું કારણ જાણવા ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તબીબોઆ આપેલા પ્રાથિમક રિપોર્ટમાં બાળકનું મોત મારકૂટ અને બચકા ભરવાના કારણે થયું છે. જે વિગતોના આધારે પોલીસે યુકિત પ્રયુકિતથી પરિવારની પુછપરછ કરતા દાદી કુલસનબેન હત્પસેનભાઇ સૈયદેએ પૌત્રને મારકૂટ કરી બચકા ભર્યા હોવાનું કબૂલાત આપી હતી. પોલીસને જણાવ્યું હતું કે, રાત્રે ઉંઘમાં હતી ત્યારે પૌત્ર અલીરજા જાગીને રડવા લાગ્યો હતો તેને સુવડાવવા છતાં શાંત ન થતા મગજ જવાથી ઢીકા અને ઝાપટો મારી બચકાં ભર્યા હતા બાદમાં બેભાન થઇ ગયો હતો. અમરેલી રલ પોલીસે કુલશનબેનની કબૂલાતના આધારે પીએસઆઇ એલ.કે.સોઢાતરએ ફરિયાદી બની ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. માસુમ પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech