જામનગરમાં બેન્ચમાર્ક બિઝનેશ નેટવર્કીંગ દ્વારા બેન્ચમાર્ક કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં નગરજનોને મનોરંજન અને રમત-ગમત બંનેનો સમન્વય જોવા મળ્યો હતો, જેમાં જામનગરનું નંબર ૧ સાંઘ્ય દૈનિક આજકાલ મિડીયા પાર્ટનરના સંગાથે યોજાયો હતો. આ ટુર્નામેન્ટમાં વિનય પાબારીની ટીમ વિજેતા બની હતી. પ્રતિસ્પર્ધી ટીમને ૧૮ રને હાર આપી હતી.
બેન્ચમાર્ક કાર્નિવલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૨૦ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચમાં વિનય પાબારી અને ગ્રીન પાઇન ગ્રુપની ટીમનો મેચ રમાયો હતો, આ કસાકસીભર્યા મેચમાં વિનય આઇ.પાબારીની ટીમે ગ્રીન પાઇન ટીમને ૧૮ રને સીકસ્ત આપી હતી, જેમાં પહેલા દાવ લઇને વિજેતા ટીમે પ્રથમ દાવ લઇને ૧૦૩ રન ૪ વિકેટે બનાવ્યા હતાં, જેના જવાબમાં ગ્રીન પાઇન ટીમ ૫ વિકેટે ૮૫ રન બનાવી શકી હતી. આ કાર્નિવલનો મુખ્ય હેતુ મનોરંજનની સાથો સાથ લોકો વચ્ચે સકારાત્મક નેટવકીંગ અને સામુહીક ભાગીદારી વધારવાનો હતો.
કાર્નિવલ અંતર્ગત ગત ૨૧ નવેમ્બરના રોજ યોજાયેલ કહુટ ગેમ્સમાં ૧૦૦થી વધુ લોકોએ ઉત્સાહપુવર્ક ભાગ લીધો હતો જયારે ૧૩ ડીસેમ્બરના રોજ યોજાયેલ વર્ચ્યુઅલ તંબોલા ગેમ્સમાં ૮૦ થી વધુ લોકો જોડાયા હતાં.