ભાણવડ ટાઉન બીટના પો. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઇ. એસ. એમ હુણ તથા આર.ડી. સાખરા તથા પો.કોન્સ રામશીભાઇ કરમુર તથા પ્રતાપભાઈ કેશવાલા નાઓને સયુંક્તમાં બાતમી હકીકત મળેલ કે, ભાણવડ ટાઉનમાં એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે રહેતો ધર્મેન્દ્રભાઈ કાનજીભાઇ કણસાગરાને કોર્ટ ભાણવડ દ્વારા સજા ફરમાવેલ હોય અને સજાથી બચવા તે છુપાયને ફરતો હોય અને તે ભાણવડ રેલ્વે ફાટકથી આગળ માર્કેટીંગ યાર્ડ તરફ જતા રસ્તે નીકળવાનો હોવાની હકીકત મળેલ જે હકીકત આધારે માર્કેટીંગ યાર્ડ પાસેથી ધર્મેન્દ્રભાઈ કાનજીભાઈ કણસાગરા, પટેલ ઉ.વ.૪૦ રહે. હરસીધ્ધીનગર, એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ, ભાણવડ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા સજા વોરંટના આરોપીને જ્યુ મેજી.ની કોર્ટ ભાણવડ દ્વારા સજા ફરમાવેલ હોવાનુ વોટની હકીકતથી વાકેફ કરતા મજકુર ઇસમે નામદાર કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૮૮૧ ની કલમ-૧૩૮ મુજબ કોર્ટે ૩ માસની સાદી કેદની સજા ફરમાવેલ હોવાના હુકમ સાથે સહમતી દર્શાવેલ અને પોતાને નામદાર કોર્ટ દ્વારા ફરમાવેલી સજા ભોગવવી ન પડે તેમજ જેલમાં જવું ન પડે તેથી છુપી રીતે કોઇને પણ જાણ ન થાય તે રીતે નાસતો ફરતો હતો.
જેથી જ્યુ મેજી ફ.ક. કોર્ટ ભાણવડ દ્વારા સજા વોરંટ બજવણી અર્થે કોર્ટ ભાણવડના તા.૨૦/૧૧/૨૦૨૫થી જારી થયેલ જે સજા વોરંટ આધારે ઉપરોક્ત મજકુર આરોપીને પકડી આગળની ઘટીત કાર્યવાહી કરેલ છે.