જિલ્લા પંચાયત સહિતની કચેરીઓમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કાર્યક્રમ યોજાયા હતા.
જિલ્લા પંચાયત કચેરીમાં આયોજન
પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગપે જિલ્લા વિકાસ અધિકારી કે. બી ઠક્કરના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કાર્યક્રમમાં નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના ભાગપે ઉજવવામાં આવી રહેલ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગપે જિલ્લા પંચાયત કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મારા જીવનની પ્રત્યેક ક્ષણ હું દેશ માટે સમર્પિત રહીશ, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન વચન અને કર્મથી તત્પર રહીશની પ્રતિજ્ઞા ઉપસ્થિત અધિકારી અને કર્મચારી ઓએ લીધી હતી. આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વાઘાણી સહિતના જિલ્લા પંચાયતના અધિકારીઓ- કર્મચારીઓ જોડાયા હતા.
વિવિધ સરકારી કચેરીઓમાં આયોજન
પોરબંદર જિલ્લાની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ-કર્મયોગીઓએ પોતાની કચેરીએથી ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧ થી ૨૦૧૪ અને ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્ર્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગપે પોરબંદરમાં આવેલ મહીલા અને બાળ અધિકારી કચેરી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મહીલા અને બાળ અધિકારીશ્રી હંસાબેન ટાઢાણી તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક રાજીબેન સોલંકી તેમજ સ્ટાફ અને ડી.એચ.ઇ.ડબલ્યુ. ના સંધ્યાબેન જોશી અને દિલીપભાઈ પરમાર સહિતનાં અધિકારી-કર્મચારીઓ જોડાયા હતા.
એસ.ટી. ડેપો ખાતે આયોજન
વડાપ્રધાન અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્ર્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણી થઈ રહી. પોરબંદર એસ.ટી. ડેપો ખાતે વિકાસ સપ્તાહ ઉજવણીનાં ભાગપે પોરબંદર એસ. ટી. ડેપો ખાતે એસ.ટી. ડેપોના સ્ટાફએ ગુજરાતના વિકાસમાં જોડાવા માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં ગેસ લાઈન વિસ્ફોટ: ત્રણ ભડથું, એક ગંભીર
May 07, 2025 03:21 PMઆ તો થવાનું જ હતું, દેશ માટે આ ગર્વની ક્ષણ: પીએમ મોદી
May 07, 2025 03:18 PMસિંધુથી સિંદુર સુધી 5 દિવસમાં ભારતની 15 કાર્યવાહી, વાંચો પાકિસ્તાન સામે શું એક્શન લીધા
May 07, 2025 03:14 PMટ્રાફિક નિમયનું પાલન ન કરનારા ૭૦૭ વિધાર્થીઓને ૩.૯૦ લાખનો દડં ફટકારાયો
May 07, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech