ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરના સહમંત્રી તરીકે માણાવદરના ભૌતિકભાઈ છત્રાળાની વરણી
ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરના સહમંત્રી તરીકે માણાવદરના ભૌતિકભાઈ છત્રાળાની વરણી
September 25, 2026 10:18 AM
શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસર દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓના સુચારૂ સંચાલન માટે નવી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ ક્રમમાં, ટ્રસ્ટની કારોબારી સમિતિ દ્વારા આગામી ત્રણ વર્ષ (વર્ષ ૨૦૨૬-૨૭-૨૮) માટેના સંગઠન સમિતિમાં માણાવદરના ભૌતિકભાઈ છત્રાળાની સહમંત્રી તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે.આ નવનિયુક્ત જવાબદારી મળવા બદલ સંસ્થા દ્વારા ભૌતિકભાઈને હર્ષ અને ગૌરવની લાગણી સાથે આવકારવામાં આવ્યા છે. ટ્રસ્ટને અપેક્ષા છે કે તેઓ પોતાના સમય, શક્તિ, જ્ઞાન અને અનુભવનો લાભ આપીને આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવશે અને સમાજ સેવાના કાર્યોમાં યોગદાન આપશે. આ નિયુક્તિ અંગેની સત્તાવાર જાહેરાત ઉમિયાધામ-સિદસરના ચેરેમેન મૌલેશભાઈ ઉકાણી દ્વારા પત્ર પાઠવીને ભૌતિકભાઈને આ નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે.