મોટી પાનેલીથી ગુમ થયેલ બાળકોનું પરિવાર સાથે પુન:મિલન કરાવતી ભાયાવદર પોલીસ
મોટી પાનેલીથી ગુમ થયેલ બાળકોનું પરિવાર સાથે પુન:મિલન કરાવતી ભાયાવદર પોલીસ
October 22, 2026 01:38 PM
મોટી પાનેલી ગામેથી બે બાળકો પરિવારને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા જે લાંબો સમય થયો હોવા છતા ઘરે પરત ન ફરતા દાદીએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી કરતા પોલીસે બંને બાળકોને રાજકોટ ભકિતનગર રેલવે સ્ટેશન ખાતેથી શોધી પરિવારને સોપ્યા હતા.બનાવની મળતી માહિતી મુજબ,ગત તા.૨૦ ના રોજ મોટી પાનેલી ગામે રહેતી મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પોતાના બે પૌત્ર ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહ્યા હોય અને હજુ સુધી મળી ન આવતા ગુમ થયાની અરજી કરી હતી.રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિ રાય, જીલ્લા એસ.પી.વિજયસિંહ ગુર્જરે ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો ગુમ થયાના બનાવો બને ત્યારે ત્વરિત કામગીરી કરવા સૂચના આપી હોય જે અંતર્ગત મદદનીશ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્રાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ ડી એચ રાખોલીયાની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફને બંને બાળકોને શોધી કાઢવા સુચના આપી હોય જે અંતર્ગત પોલીસ સ્ટાફને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બંને બાળકો રેલવે સ્ટેશન બાજુ છતાં જોવા મળ્યા છે. આથી રેલવે ટાઇમ ટેબલ ચેક કરતા એક ટ્રેન રાજકોટ તરફ ગયેલ હોવાનું જાણવા મળતા જ રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરી બંને બાળકોને રાજકોટ ભકિતનગર રેલ્વે સ્ટેશન ખાતેથી શોધી કાઢા હતા.પોલીસે બંને બાળકોને સહી સલામત પરિવારને સોપ્યા હતા.આ કામગીરીમાં એ.એસ.આઇ ધરમચદ્રં કટોચ, શકિતસિંહ જાડેજા, સત્યપાલસિંહ જાડેજા, ભાગ્યરાજસિંહ વાળા જોડાયા હતા.