BREAKING NEWS

પડવલામાં ભાજપ જિલ્લા પંચાયત સભ્યના ઘરે ચાલતા ટોકન આધારિત જુગારધામ પર દરોડો, રૂ.૧.૨૩ લાખનો મુદામાલ કબ્જે

  • January 05, 2026 11:16 AM 

ભાયાવદર પોલીસે દરોડો પાડી બે શખસોને ઝડપી લીધા,બે નાસી ગયા: મોબાઈલ સહિત રૂ.૧.૨૩ લાખનો મુદામાલ કબ્જે: અન્ય દરોડામાં ફુલઝર સોસાયટીમાં જુગાર રમતા મહિલા સહિત છ પકડાયા

ભાયાવદર પોલીસે પડવાલ ગામમાં ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય અને ઉપલેટા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન જેન્તીભાઇ ઉર્ફે જનો બરોચીયાના ઘરે ચાલતા ટોકન આધારિત જુગારધામ પર દરોડો પાડી આગેવાન સહિત બે શખસોને ઝડપી લીધા હતાં.જયારે બે શખસો નાસી ગયા હતાં. પોલીસે પટમાંથી મોબાઈલ, રોકડ સહિત કુલ રૂ. ૧,૨૩,૨૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે ભાયાવદર પોલીસે અન્ય દરોડામાં ફુલઝર સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત છ શખસોને રૂ. ૧૦,૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ એસ.પી. વિજયસિંહ ગુર્જર, ધોરાજી એએસપી સીમરન ભારદ્રાજે દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા સુચના આપી હોય જેના અનુસંધાને ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.સી.પરમાર અને તેમની ટીમ પેટ્રોલીંગમા હતી. દરમિયાન બાતમી મળી હતી કે, એપીએમસીના પૂર્વ ચેરમેન અને ભાજપ જિલ્લા પંચાયતના સભ્ય જેન્તી ઉર્ફે જેનો મોહનભાઈ બરોચીયાના ઘરે અમુક શખસો જુગાર રમી રહ્યા છે પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા જુગાર રમતા મકાન માલિક જેન્તી ઉર્ફે જેનો મોહનભાઈ બરોચીયા(રહે પડવલા ગામ), હિતેશ મનસુખભાઈ જોશી (રહે ક્રિષ્ના પાર્ક સોસાયટી ગાયત્રી મંદિરની સામે જામજોધપુર) પકડાયા હતા.જ્યારે કાસમ સુલેમાન ઘુઘા(રહે સેવક દેવરિયા, ભાણવડ), હરસુખ કાનાભાઈ મહિડા(રહે ખીરસરા(ઘેટિયા)) નાશી છૂટ્યા હતા. પોલીસે પટમાંથી મોબાઈલ અને રોકડ અને જુગાર રમવાના ટોકન સહિત કુલ રૂ. ૧,૨૩,૨૧૦નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા બે શખસો સામે જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી કરી નાશી ગયેલા બે શખસને પકડી પાડવા શોધખોળ શરૂ કરી હતી.

ભાયાવદર પોલીસે અન્ય એક દરોડામાં ફુલઝર સોસાયટી પાસે હરેશભાઇ કરશનભાઇ વડેચા(રહે. પાનેલી) ની શાખે લીધેલી વાડીની સામે વોકળા કાંઠે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. પોલીસે જુગાર રમતા હરેશ કરસનભાઈ વડેચા, પ્રવીણ ઉર્ફે ભોલો વિનુભાઈ સોલંકી, લખમણ દુદાભાઈ હુણ, અશોક જીવરાજભાઈ કાલરીયા, (ચારેય રહે મોટી પાનેલી)હંસાબેન ગેલાભાઈ મકવાણા(રહે જામજોધપુર મીની બસ સ્ટેન્ડની સામે) ને ઝડપી લીધા હતાં. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૧૦,૪૦૦ કબજે કર્યા હતાં.

આ કામગીરીમાં ભાયાવદર પોલીસ મથકના પીઆઇ વી.સી.પરમારની રાહબરીમાં એએસઆઇ વિરમભાઇ વાણવી, રોહિતભાઇ વાઢેળ, અરૂણભાઇ ખટાણા, હેડ કોન્સ. રણજીતભાઇ ડેરૈયા, પ્રેમજીભાઇ કીહલા, કોન્સ.મહેશભાઇ ગમારા, સત્યપાલસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા અને હીમાંશુભાઇ હુણ સાથે રહ્યા હતાં.



ભાડલાના કડુકાની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયાભાડલાના કડુકાની સીમમાં જગાર રમતા ચાર ઝડપાયા

ભાડલા પોલીસ મથકના સ્ટાફે કડુકા ગામની સાઢીયા ડુંગર સીમ વિસ્તારમાં આવેલ રણધીરભાઈ લાલુભાઇ હેરભાની વાડીના ઉપલા શેઢે આવેલા રસ્તા પાસે જાહેરમાં જુગાર રમતા બેચર પ્રેમજીભાઈ બેરાણી, વીરભાનુ ભગવાનજીભાઈ ડાંગર, રણધીર લાભુભાઈ હેરભા, ઘનશ્યામ પ્રેમજીભાઈ બેરાણી(રહે. બધા કડુકા) ને ઝડપી લીધા હતાં. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૧૨,૨૦૦ કબજે કર્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application