મોટા ખુટવડા ગામે ૧૨ દિવસ પહેલા જ બનેલ નવા રોડમાં મોટા ગાબડાઓ !
મોટા ખુટવડા ગામે ૧૨ દિવસ પહેલા જ બનેલ નવા રોડમાં મોટા ગાબડાઓ !
October 08, 2025 02:48 PM
મોટા ખુટવડા ગામે ૧૨ દિવસ પહેલા જ બનેલ નવા રોડમાં મોટા ગાબડાઓ પડયા છે.આથી રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયાના ગામ લોકોએ આક્ષેપો કર્યા છે. મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામ મોટા માં મોટુ ગામ આવેલું છે.આ ગામમાં કંઈક તેને કંઈક સમસ્યાઓ કે લોકો પરેશાન છે ત્યારે આ ગામમાં અગાઉ એક વર્ષ પહેલા આરસીસી રસ્તો બનાવવામાં આવ્યો હતો જે એકાદ વર્ષના અંદર જ તૂટી ગયો હતો જેને લઈ ગામના સમાજસેવકો અને ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખુટવડાથી જેસર ગામને જોડતો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. આ રસ્તાનું કામ સમાર કામ કરી લેવલીંગ કરી તાત્કાલિક બનાવી નાખ્યો હોય આ રસ્તો માત્ર ૧૦ થી ૧૨ દિવસમાં જ તૂટી જવા પામ્યો છે. આ રોડ પર ફરીવાર ખાડા તેમજ મગરમચ્છની પીઠ સમાન રોડ બની ચુક્યો છે.રોડમાં મસ મોટા ખાડાઓ પડી ચૂક્યા છે જેને લીધે રાહદારીઓને રસ્તાઓ પરથી પસાર થવું હોય તો ખાડાઓમાંથી પસાર થઈને જવું પડે છે. આ રસ્તો બનાવવામાં નબળી ગુણવત્તાવાળો મટીરીયલ વાપર્યો હોય એવો વીડિયોમાં પણ સ્પષ્ટ નજરે પડે છે કે પગ લગાવવાથી પણ આ રસ્તાનું મટીરીયલ ડામરથી છૂટું પડી જાય છે.આથી આ રસ્તો બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો મોટા ખુટવડા ગામના રહીશોએ કર્યા છે અને માંગ કરી છે કે કોઈપણ અધિકારીઓ આમાં પૂરતો ધ્યાન આપે અને સારી ગુણવત્તા વાળો મટીરીયલ વાપરે અને આ રસ્તાનું સારૂ એવું કામ કરે.